@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના કઠાડાની શિક્ષિકા મોબાઇલમાં રેડીશન દૂર કરવા શાળાના બાળકોને સાથે રાખીને દેશી ગાયના ગોબરમાંથી એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધરતા સફળતા મળી છે. ગાયના ગોબરથી બનેલી આ ચીપથી રેડીયેશન દૂર થયાનું સાયંટીફિકલી પુરવાર પણ થયેલુ છે. ગાયના એક ગોબરમાંથી એક બાય એક સે.મી.ની 25થી 30 ચીપ બને છે. એ ચીપ મોબાઇલ પાછળ ફીટ કરવાથી રેડીયેશનને સંપૂર્ણ જાકારો મળે છે.
આ વર્ષે કોરોના વાયરસના કારણે બાળકોનું મહદ અંશે આખા વર્ષનું શિક્ષણ બગડ્યું છે. અને શાળાના બાળકોને આખુ વર્ષ મોબાઇલમાં ઓનલાઇન શિક્ષણ લેવું પડ્યું હોવાથી એમને મોબાઇલની રીતસરની લત લાગી જવા પામી છે. અને મોબાઇલના વધુ પડતા ઉપયોગના લીધે બાળકોની આંખો સુધ્ધા ત્રાસી થઇ હોવાનું પુરવાર થયેલું છે.
પાટડી તાલુકાના કઠાડા ગામની શિક્ષીકા રેખાબેન ગજ્જરે શાળાના બાળકોને સાથે રાખી મોબાઇલમાં રેડીશન દૂર કરવા દેશી ગીર ગાયના ગોબરમાંથી એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધરતા સફળતા મળી છે. ગાયના ગોબરથી બનેલી આ ચીપથી રેડીયેશન દૂર થયાનું સાયંટીફિકલી પુરવાર પણ થયેલુ છે. ગાયના એક ગોબરમાંથી એક બાય એક સે.મી.ની 25થી 30 ચીપ બને છે. એ ચીપ મોબાઇલ પાછળ ફીટ કરવાથી રેડીયેશનને સંપૂર્ણ જાકારો મળે છે. પાટડીના કઠાડા પ્રાથમિક શાળાની શિક્ષીકાની મહેનતની ગૂંજ સમગ્ર ગુજરાતનાં ખુણેખુણા સુધી પહોંચી છે.
ગાયના સુકેલા અડાયા છાણામાં બિલ્કુલ જીવડા પડતા નથી જ્યારે ભેંસના છાણામાં સંખ્યાબંધ જીવાત હોય છે. 3 ડિસેમ્બર 1985માં ભોપાલ ગેસ દુર્ઘટનામાં હજારો લોકો મોતને ભેટ્યાં હતા અસંખ્ય લોકો અપંગ અને આંધળા બની ગયા હતા. પરંતુ સોહનલાલ કુશવાહ અને એન.એલ.રાઠોડના પરિવારને આ ઝેરી ગેસની કોઇ અસર થઇ નહોતી કારણ કે એમનું ઘર ગાયના ગોબરથી લિંપાયેલુ હતુ અને એમના ઘરમાં રોજ ગાયના અડાયા છાણામાંથી અગ્નિહોત્ર યજ્ઞ થતો હતો. આ મોબાઇલ ચીપ પણ દેશી ગીર ગાયના સૂંકાયેલા અડાયા છાણામાંથી જ બને છે.
આ પ્રયોગને સફળતા અપાવનારા કઠાડા પ્રાથમિક શાળાની શિક્ષીકા રેખાબેન ગજ્જર જણાવે છે કે, દેશી ગાયના સૂકાયેલા અડાયા છાણાનો ભૂકો કરી એમાં ફેવીકોલ મીક્ષ કરી એમાંથી મોબાઇલ ચીપ બનાવવામાં આવે છે. ગાયના એક ગોબરમાંથી એક બાય એક સે.મી.ની 25થી 30 ચીપ બને છે. આ એન્ટી રેડીયેશન ચીપને મોબાઇલ પાછળ કાગળ ઉખાડીને ચોંટાડી દીધા બાદ એ મોબાઇલમાંથી રેડીશન નીકળતા નહિવત બની જાય છે જે સાયંટીફિકલી પુરવાર પણ થયેલું છે. આ એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપમાં ગાયના ગોબરમાં ચાંદીના વરખ નાંખવાથી ડીઝાઇન પણ સરસ બને છે.