કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. ઘણા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. હવે કેટરિના કૈફે આ તમામ સમાચારો પર મૌન તોડ્યું છે. બોલિવૂડ લાઈફ સાથેની વાતચીતમાં તેણે લગ્નના સમાચાર પર કહ્યું કે આ બધી અફવાઓ છે અને તેમાં કોઈ સત્ય નથી. તે હજુ લગ્ન નથી કરી રહી. આ દરમિયાન કેટરિનાને પણ પૂછવામાં આવ્યું કે આ અફવાઓ ક્યાંથી આવી, જવાબમાં તેણે કહ્યું કે છેલ્લા 15 વર્ષથી તે લગ્નના પ્રશ્નનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ શહનાઝ ગિલની પહેલી પોસ્ટ, લખ્યું – તૂ મેરા હૈ ઓર…
આ દિવસોમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. બુધવારે પણ ઘણા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી હતી કે બંને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. અને તેના કપડા પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કર્યા છે. જ્યારે બંને મુંબઈના બાંદ્રામાં સેલિબ્રિટી મેનેજર રશ્મા શેટ્ટીની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના લગ્નની અફવાઓ પણ ઉડી હતી.
આ પણ વાંચો :મંગસૂત્ર કલેક્શન લોન્ચિંગમાં મોડલના બોલ્ડ ફોટો શેર કરવા સબ્યસાચીને પડ્યા ભારે
કેટરિના કૈફ હાલમાં જ વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. વિકીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ટૂંક સમયમાં મારી પણ સગાઈ થઈ જશે. જ્યારે સમય મળશે. તે સમય પણ જલ્દી આવશે.” આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં કેટરિના અને વિકી ડિનર દરમિયાન સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની તસવીરો વાયરલ થઈ હતી અને ત્યારથી તેમના સંબંધો વિશે અફવાઓ ઉડી રહી છે.
આ પણ વાંચો :દુલ્હન બની શહનાઝ ગિલના ચહેરા પર જોવા મળી ખુશી, ચાહકો આપ્યું આવું રિએક્શન
આ પણ વાંચો :કરોડોની છેતરપિંડી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમની માતાને કલીનચિટ
આ પણ વાંચો :બચ્ચન બહુ ઐશ્વર્યા રાયનું દિલ આ કલાકારો ઉપર કયારેક હતું ફિદા !!