પાકિસ્તાનનાં રાજકારણી ફવાદ હુસેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ટ્વીટ કર્યું છે જેનો જવાબ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ્યો છે. કેજરીવાલે પોતાના અંદાજમાં ફવાદને જવાબ આપ્યો છે અને તેનુ મોઢુ બંધ કરી દીધુ છે. ફવાદે જે ટ્વીટ કર્યું હતું તેમા 8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો જેના જવાબમાં કેજરીવાલે તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો.
ફવાદ ચૌધરીએ 29 મી જાન્યુઆરીએ એનસીસીની પરેડમાં વડા પ્રધાન મોદીનાં ભાષણનો ઉલ્લેખ પોતાના ટ્વિટમાં કર્યો હતો. ફવાદે લખ્યું છે, ભારતની જનતાએ ‘મોદીમેડનેસ’ ને હરાવવું જ જોઈએ. તેમના ઉપર બીજી વિધાનસભાની ચૂંટણી (8 ફેબ્રુઆરીનાં રોજ દિલ્હીમાં) હારી જવાનું દબાણ છે અને બકવાસ દાવાઓ કરી રહ્યા છે અને આ ક્ષેત્રને જોખમમાં મૂકી રહ્યા છે. ‘ફવાદે વધુમાં લખ્યું છે કે, ” કાશ્મીર મુદ્દે દેશ-વિદેશમાંથી મળેલી પ્રતિક્રિયા, નાગરિકતા સુધારો અધિનિયમ અને ઘટી રહેલા અર્થતંત્રને કારણે મિસ્ટર મોદી પોતાનું સંતુલન ગુમાવી ચૂક્યા છે.”
ફવાદે આ ટ્વીટ 30 જાન્યુઆરીએ સવારે 8:45 કલાકે કરી હતી. ત્યારબાદ, શુક્રવારે અરવિંદ કેજરીવાલે આ ટ્વીટનો જવાબ આપ્યો. સીએમ કેજરીવાલે લખ્યું, ‘નરેન્દ્ર મોદીજી ભારતનાં વડા પ્રધાન છે. મારા વડા પ્રધાન પણ છે. દિલ્હીની ચૂંટણી ભારતનો આંતરિક મુદ્દો છે અને અમે આતંકવાદનાં સૌથી મોટા પ્રાયોજકોની દખલ સહન કરતા નથી. પાકિસ્તાન જેટલું પ્રયાસ કરે, તે આ દેશની એકતા પર હુમલો કરી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.