કેશોદ/ હરહમેશ ઉડતી ધૂળની ડમરીનું નિરાકરણ ક્યારે આવશે..? હજારો લોકો હેરાન-પરેશાન

કેશોદના ગાંધીનગર વિસ્તાર રોડ અને રેલવે ફાટક નજીક આવેલી ખાનગી મીલમાં ચાલુ મશીનરી દરમિયાન સતત ઊડતી ધૂળની ડમરીના કારણે કેશોદના માજી પ્રમુખ જેન્તીભાઈ ધુળા સહિત સ્થાનિક લોકોએ

Gujarat Others
modi 5 હરહમેશ ઉડતી ધૂળની ડમરીનું નિરાકરણ ક્યારે આવશે..? હજારો લોકો હેરાન-પરેશાન

@ચેતન પરમાર (જુનાગઢ)

કેશોદના ગાંધીનગર વિસ્તાર રોડ અને રેલવે ફાટક નજીક આવેલી ખાનગી મીલમાં ચાલુ મશીનરી દરમિયાન સતત ઊડતી ધૂળની ડમરીના કારણે કેશોદના માજી પ્રમુખ જેન્તીભાઈ ધુળા સહિત સ્થાનિક લોકોએ ખાનગી મિલમાલિક ને રજૂઆત કરી કેશોદ ના ગાંધીનગર, પ્રભાત નગર,સહિતના રહેણાંક વિસ્તારોમાં સતત પ્રદૂષણયુકત વાતાવરણ રહેતું તથા ધૂળની ડમરી ભયંકર અંધાર પટ તથા ખૂબજ ઊડતી ડમરીના કારણે તથા સતત ઉડતી ધૂળથી સ્થાનિક લોકો પોતાના ઘરની બહાર ના નીકળી શકતા હોય તથા અનેક પરિવારોને બારી-દરવાજા પણ બંધ રાખવા પડતા હોય સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મકાનો સાફ સફાઈ કર્યા છતાં  આવનારા દિવસોમાં દિવાળી જેવા પર્વમાં મકાનો માં ધૂળની ડમરીઓ જામી ગઈ છે.

modi 6 હરહમેશ ઉડતી ધૂળની ડમરીનું નિરાકરણ ક્યારે આવશે..? હજારો લોકો હેરાન-પરેશાન

આતંક / અહીં ઇસ્લામિક રાજ્યના આતંકીઓએ 50 લોકોના માથા ધડથી અલગ કર્યા…

સતત ઉડતી ધૂળ ને કારણે  હાલ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં શ્ર્વાસની બીમારી તથા આસપાસના વિસ્તારો માંથી નીકળતા વાહનચાલકો રહીશો, નીકળતા ગ્રામજનો સતત પરેશાન થઈ રહ્યાની ફરિયાદો ઊઠવા પામી છે. આ સતત ઉડતી ડમરીના કારણે મોટી માંદગીઓ ફેલાશે તો જવાબદાર કોણ ? ખાનગી મિલમાંથી સતત ઉડતી ધૂળની ડમરી ની કેશોદના માજી પ્રમુખ જેન્તીભાઇ ધુળાએ સ્થાનિક લોકોને સાથે રાખી મિલ માલિક ને રજૂઆત કરી હતી. ત્યારે ખાનગી મિલ ખાતે રજુઆત કરવા પહોંચેલા લોકોને હાજર પંકજભાઈ ગામી એ સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે આ વાતનો અમોને ખ્યાલ ન હતો  પણ આવનારા ટૂંક સમયમાં જ આમનું નિરાકરણ લાવી શું એવું જણાવવામાં આવ્યું હતું જ્યારે ખાનગી મિલ દ્વારા ઉડતી ધુળની ડમરીઓ બંધ થશે કે શું તે આવનારા સમયમાં જોવાનું રહ્યું..

vikas / ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી ત્રીજા જ દિવસે બંધ, મુસાફરો રઝળી પડ…

Bihar Result / નીતિશ કુમારની સાતમી શપથવિધિ, જાણો ક્યારે-ક્યારે બન્યા મુખ્યમ…