રાજસ્થાન સરકારએ પહલૂ ખાન અને તેના દિકરા વિરુદ્ધ ગેરકાયદેસરરીતે મવેશી લઇ જવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પહલૂ ખાનને એક એપ્રિલ 2017એ અમુક કથિત ગૌરક્ષકોએ મળી ઢોર માર માર્યો હતો. ત્યારબાદ 3 દિવસ બાદ તેની મોત થઇ ગઇ હતી. આ ઘટના તે સમયે થઇ હતી જ્યારે તે જયપુરથી મવેશી ખરીદીને હરિયાણાનાં નુંહ પોતાના ઘરે જઇ રહ્યો હતો. પોલીસે આ મામલે FIR દાખલ કરી હતી.
એક FIR પહલૂ ખાનની હત્યાનાં મામલે 8 લોકોની વિરુદ્ધ અને બીજી કલેક્ટરની અનુમતિ વિના મવેશી લઇ જવા પર પહલૂ અને તેના પરિવારની વિરુદ્ધ થઇ હતી. બીજા મામલામાં પહલૂ ખાન અને તેના બે દિકરાની વિરુદ્ધ હવે ચાર્જશીટ દીખલ કરવામાં આવી છે. પહલૂ ખાનની મોત થઇ ચુકી છે ત્યારે તેમની વિરુદ્ધ તો કેસ બંધ થઇ ગયો પરંતુ તેમના દિકરાઓ વિરુદ્ધ કેસ ચાલશે.
પહલૂ ખાન વિરુદ્ધ ચાર્જશીટ મુજબ રાજસ્થાનમાં ગૌહત્યા અને તસ્કરીને લઇને ઘણી કલમોમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં આઠને જામીન મળી ચુકી છે. મૃતક પહલૂ ખાનનાં દિકરા ઇરશાદ ખાને એપ્રિલ 2017માં એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હુ મારા પિતા સાથે હતો. તે દરેક એકબીજાને નામ લઇને બોલાવતા હતા. પહેલા આ લોકોએ અમને રોક્યા અને પછી મારવા લાગ્યા. અમે તેમને કાગળ પણ દેખાડ્યા હતા, જેથી ખબર પડે કે તેઓ તસ્કરી કરનાર નથી. પરંતુ તે લોકોએ કાગળ ફાંડી અને મારવાનું શરૂ કરી દીધુ હતુ. તેમણે મારી સામે જ મારા પિતાને મારી નાખ્યા હવે હુ પણ જીવવા માંગતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.