Kheda News ; ખેડાના કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં ચાર કરોડથી વધુની રકમની ચુકવણી ન થતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.ખેડામાં કોન્ટ્રાકટરે ઝાડ પર લટકી જઈને આપઘાત કર્યા બાદ પોલીસને મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસને મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી હતી. આ સ્યુસાઈડ નોટમાં અનેક ખુલાસાઓ સામે આવતા ચકચાર મચી છે.
પોલીસના જણાવ્યા મુજબ સ્યુસાઈડ નોટમાં આર એન્ડ બીના અધિકારીઓના નામનો ઉલ્લેખ છે. તે સિવાય મૃતકે ચાર કરોડથી વધુ રકમની ચુકવણી ન થતા આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે.મૃતક મહિસાગરનો રહેવાસી હતો. કપડવંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં પલીસ સ્યુસાઈડ નોટને આધારે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ