કોલકતાની પ્લેઓફમાં પહોચવાની આશા પર હવે પાણી ફરી ગયુ છે. ટોસ જીતીને મુંબઇનાં કેપ્ટન રોહિત શર્માએ કોલતાને પહેલા બેટીંગ કરવા બોલાવ્યા હતા. પરંતુ ટીમ માત્ર 133 રન જ બનાવી શકી હતી. કોલકતાનો તોફાની બેટ્સમેન આંદ્રે રસલ 0 રન પર આઉટ થતા અન્ય બેટ્સમેનો પર જવાબદારી આવી હતી પરંતુ કોઇ બેટ્સમેન પોતાની જવાબદારી સંભાળી શક્યો નહતો. તેટલુ જ નહી બેટ્સમેન રોબિન ઉથપ્પા રહેલી કસર પૂરી કરી દીધી હતી. કહેવામાં તો રોબિન ઉથપ્પાએ કોલકતા તરફથી સૌથી વધુ 40 રન બનાવ્યા હતા પરંતુ તે વાત પણ સાચી છે કે કોલકતાની હારમાં પણ તે જ જવાબદાર છે.
કોલકતા નાઇટ રાઇડર્સનો બેટ્સમેન રોબિન ઉથપ્પા જે સ્ટ્રાઇક રેટ(85.10) સાથે રમ્યો હતો તેને લઇને તેની ઘણી આલોચનાઓ થઇ રહી છે. રોબિને પોતાની બેટીંગ દરમિયાન 47 બોલમાં 40 રન બનાવ્યા હતા, જેમા 3 છક્કા અને 1 ચોક્કાનો પણ સમાવેશ થાય છે. જો કે તેણે 40 રન બનાવવા માટે 26 ડોટ બોલ રમી નાખ્યા હતા. રોબિન કોલકતાની હારમાં મુખ્ય ખેલાડી જ નહી પણ તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો જે કોઇ ખેલાડી પોતાના નામે કરવાથી હંમેશા ડરશે.
રોબિન ઉથપ્પા પહેલા પંજાબનાં પોલ વલથાટીએ 2011માં દિલ્હી ડેયરડેવિલ્સ વિરુદ્ધ 29 બોલ ડોટ રમ્યા હતા. જો કે તેણે છેલ્લે 50 બોલમાં 62 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પા મિચેલ મૈક્લેઘનની 11મી ઓવરમાં એકપણ રન બનાવી શક્યો નહતો અને ઓવર મેડન થઇ હતી.