Rajkot News : સ્વામિનારાયણ સંપ્રદાયના ધરમ સ્વરૂપ દાસ સ્વામી પર ખીરસરાની યુવતી પર દુષ્કર્મ કર્યાનો આરોપ છે. સ્વામીનારાયણ સંપ્રદાયના ધરમસ્વરૂપની લંપટ લીલાનો પર્દાફાશ કરનાર ખીરસરાની યુવતીએ આખરે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. લંપટ સાધુની કામલીલાનો પર્દાફાશ થતા સમગ્ર રાજ્યમાં તેમને સ્વામીપદેથી દૂર કરવાનો વિરોધ ઉઠ્યો છે. સમગ્ર મામલો છેલ્લા ઘણા સમયથી મીડિયાની હેડલાઈન બની રહ્યો છે. હવે આ મામલે પીડિતા પોતે મીડિયા સામે આવી આપવીતી જણાવી.
સ્વામીએ કર્યું શેતાનનું કામ
ખીરસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. સ્વામીના વેશમાં શેતના બનેલા સંપ્રદાયના સ્વામીની સાચી હકીકત આખરે શું છે તે પીડિતાએ મીડિયાને જણાવી. મીડિયાને પીડિતાએ જણાવ્યું કે ગામમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક લોકો સેવા આપવા જતા તેમજ તેના ગુરુકુળમાં બાળકો અભ્યાસ કરવા જતા. અમારા સગા પણ એ જ ગુરુકુળ માં ભણતા હતા. તેમના પરિચયથી હું ધરમસ્વરૂપ દાસ સ્વામીના સંપર્કમાં આવી. સ્વામીએ ફેસબુક માધ્યમથી મને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેના બાદ અમે વાતો કરવા લાગ્યા. અમારી વાતચીતો વધવા લાગી અને તે મુલાકાતમાં પરિણમી. દરમ્યાન સ્વામીની અમારા સબંધીઓ સાથે પણ ઓળખાણ કરાવી. સ્વામી સાથેની વાતચીતમાં મને લાગ્યા કરતું હતું કે મને એમ હતું કે મને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે. તેમની મીઠી-મીઠી વાતોમાં હું ભોળવાઈ ગઈ.
સ્વામીનો ભોળો ચહેરો દૂર થયો
ધરમસ્વરૂપ દાસ સ્વામીએ મને ભોળવી અને મારો ગેર ફાયદો ઉઠાવ્યો. તેમની સાથેનો પરિચય એટલો ગાઢ બન્યો હતો કે તે જે કહેતા હું તેના પર વિશ્વાસ કરતી ગઈ. લગ્નની લાલચ આપતા મને સ્વામીએ કીધું તમે જેવું વિચારો છો એ પ્રમાણે સાચો માણસ મળે નહિ. તમારું અને મારું મન સરખું છે. આપણા વિચારો સમાન છે. તેમની વાતોમાં આવી તેમની સાથે ખોટી રીતે લગ્ન કર્યા. આ લગ્ન તેમણે જાહેર નહોતા કર્યા. અને લગ્ન બાદ મારી સાથે વધુ શારીરિક છૂટછાટ લીધી. પહેલી વાર મળવા ગયા ત્યારે મારી સાથે રૂમ માં સ્વામિનારાયણ ભગવાન ના સાનિધ્ય માં લગ્ન કર્યા. લગ્ન બાદ ગર્ભ રહ્યું ત્યારે સ્વામીએ એવું કહ્યું કે આ વાત બહાર આવશે તો તને અને મને લોકો બદનામ કરશે. હું ગર્ભ પડાવી દઉં માટે તેમના સાથીદાર મયુર ભાઈ મને સમજાવટરૂપ દબાણ કરવા લાગ્યા. મયુરભાઈએ કહ્યું કે તમે દવા લઈ ગર્ભપાત કરાવો. મેં ના પાડતા મારા અજાણતા તેમણે મને દવા આપી મારો ગર્ભ પડાવી નાખ્યો. આ ઘટનાને લઈને મને વધુ આઘાત લાગ્યો અને સમજાઈ ગયું કે સ્વામીનો ઉદ્દેશ મને શારીરિક રીતે ઉપયોગ કરવાનો જ હતો.
શેતાન સ્વામીને ફાંસી આપવાની માંગ
ધરમસ્વરૂપ દાસ સ્વામીને મેં નારાયણ સ્વામીની ફરિયાદ કરી. કારણ કે નારાયણ સ્વામીને અમારા સબંધ વિશે ખ્યાલ હતો. દરમ્યાન મારા ધ્યાનમાં કેટલીક બાબતો આવવા લાગી. મેં જોયું કે ધરમસ્વરૂપ દાસ સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ખરાબ નજર થી જોતા હતા. આ પહેલા પણ આવું બની ગયું છે. સ્વામિના નામે ધતિંગ કરનાર આવા સ્વામીઓનો પર્દાફાશ કરવો જોઈએ તેમ મને લાગતા મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી. સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને લોકોમાં જે માન્યતા છે તે દૂર કરવા મેં લંપટ સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ કરતા પહેલીથી જ સ્વામીઓ મને ધમકીઓ આપતા હતા. મને એવી શંકા હતી કે સ્થાનિક પોલીસ આરોપીને સપોર્ટ કરશે એટલે રાજકોટ મહિલા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવશે. સ્વામીના નામે કલંક આવા ધૂતારા અને લંપટ સ્વામીઓને જરૂરથી ફાંસી એ ચડાવી દેવા જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી