Surendranagar News/ સુરેન્દ્રનગરના સાયલામાં બાળકીના અપહરણનો મામલો

7 વર્ષની બાળકીનું કરાયું હતું અપહરણ

Top Stories Gujarat Others
Beginners guide to 2024 11 04T134817.173 સુરેન્દ્રનગરના સાયલામાં બાળકીના અપહરણનો મામલો

Surendranagar News : સુરેન્દ્રનગરના સાયલામાં સાત વર્ષની બાળકીના અપહરણને પગલે ચકચાર મચી છે. . ગત તારીખ ૨૮ ઓકટોબરના રોજ ૦૭ વર્ષની સગીર બાળકી ફળિયામાં સૂતી હતી ત્યાંથી અપહરણ કરી શખ્શ નાશી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા LCB સહિત 8 થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પોલીસે આરોપીને બાળકી સાથે ઝડપી લીધો હતો. પોલીસને બાળકી રાજકોટથી મળી આવી હતી.

જ્યારે બાળકીનું અપહરણ કરનારા આરોપીને પોલીસે બગોદરાથી ઝડપી લીધો હતો. 7 વર્ષની બાળકી સાયલા તાલુકાના સખપર ગામની રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે સાયલા, એલસીબી, એસઓજી, લીંબડી, ચોટિલા સહિત અલગ અલગ ૦૮ થી વધુ ટીમોએ તપાસ હાથ ધરીને સગીર બાળકી અને આરોપીને ઝડપી પાડયા હતા.તપાસમાં બાળકીનું અપહરણ કરનારા શખ્સનું નામ મહેશ જીવા પંચાલ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે આરોપીની પુછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃવિદ્યાર્થીનીઓને અપાઈ તાલિબાની સજા, શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃબાળક માટે બન્યો દેવદૂત! ગળામાંથી ચિકનનું હાડકું કાઢી બચાવ્યો જીવ, જુઓ વીડિયોમાં