- હત્યા કર્યા બાદ માતાએ કર્યો આપઘાત
- પતિથી અલગ રહેતી હતી મહિલા
- ઘર કંકાસમાં આપઘાત કર્યો હોવાની ચર્ચા
- આપઘાત પહેલા માતાએ લખી સુસાઇડ નોટ
- ઉ.પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
રાજયમાં દિવસે ને દિવસે આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે સુરતના રાંદેર ખાતે એક મહિલાએ પોતાના કુમળા ફૂલ જેવા ચાર વર્ષિય બાળકને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાત કર્યો છે. મહિલાના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના રાંદેર ખાતે એક મહિલાએ પંખા સાથે લટકીને મોતને વ્હાલું કર્યું છે. રાંદેર રોડ પર આવેલ મીંઢોળા એપાર્ટમેન્ટમાં રહેતી આ મહિલાએ આત્મહત્યા કર્તા પહેલા પોતામાં ચાર વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી. અને ત્યારબાદ જાતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી.
પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, મહિલાએ ઘર કંકાસના કારણે આ પગલું ભર્યું છે. મહલા પોતાના પતિથી અલગ રહેતી હોવાની વિગતો પણ જાણવા મળી છે. મહિલાએ આત્મહત્યા પહેલા સમગ્ર હકીકત એક સુસાઇડ નોટમાં લખી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મારો દીકરો જીવત તો તેની જિંદગી પણ ખરાબ થઇ જાત. મારા પુત્રને મારતા હું પણ ધ્રુજતી હતી અને રડતી હતી.
National / પોલીસકર્મીઓને બેંક લોન આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ? નાણામંત્રીએ આપ્યો આવો જવાબ
વડોદરા / કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા
ગાંધીનગર / ધારાસભ્યો માટે બનશે આધુનિક નિવાસ સ્થાન
હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ
Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે
હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત