બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. જી હા, તેના પુત્ર આર્યનની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને જામીન મળે તેવી અપેક્ષા છે. આ બધાની વચ્ચે શાહરૂખ ઘરમાં કેદ છે અને શૂટિંગમાં ગયો નથી. તમે બધા જાણતા હશો કે શાહરુખ લાંબા સમયથી ફિલ્મોમાં ગેરહાજર છે. ફિલ્મ ઝીરો પછી તેની કોઈ પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે, આ વર્ષે શાહરૂખે એક સાથે અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. આ યાદીમાં પઠાણ અને લાયનનો સમાવેશ થાય છે, જેમનું શૂટિંગ પણ તેઓ શરૂ કરી ચૂક્યા છે. જોકે, આર્યન રવિવારે ડ્રગના કેસમાં ફસાયા બાદ શાહરૂખ લાયન ફિલ્મના સેટ પર પહોંચ્યો ન હતો.
આ પણ વાંચો : શાહરૂખ ખાને ફોન પર કરી દીકરા સાથે વાત, આર્યને પિતા સામે સ્વિકારી આ વાત
આપને જણાવી દઈએ કે થોડા સમયથી શાહરૂખ સાઉથની ફિલ્મ એટલીની રિમેકનું શૂટિંગ મુંબઈના ટાઉન એરિયામાં કરી રહ્યો હતો. શાહરૂખ શનિવારે રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં શૂટિંગ કરી રહ્યો હતો, જોકે તે રવિવારે પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં કેટલાક સૂત્રો કહે છે કે સેટ પર શાહરૂખ ખાનની બોડી ડબલની મદદથી શૂટિંગ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે લાયનમાં પ્રશાંત શાહરૂખની બોડી ડબલ છે.
https://www.instagram.com/reel/CUkWFeyD1XA/?utm_source=ig_web_copy_link
તાજેતરમાં, એક પ્રખ્યાત વેબસાઇટ સાથેની વાતચીતમાં ખુદ પ્રશાંતે કહ્યું કે, મને ખબર નથી કે શા માટે શાહરૂખ ભાઈ રવિવારે સેટ પર પહોંચ્યા નથી. પરંતુ મારી પાસે સંપૂર્ણ શેડ્યૂલ છે. મને શૂટિંગ માટે બોલાવવામાં આવ્યો છે અને બીજા દિવસે પણ સેટ પર આવીશ. તે સેટ પર કેમ નથી, મને ખબર નથી. હું મારા કામનું ધ્યાન રાખું છું અને જ્યારે પણ મને બોલાવવામાં આવે ત્યારે હું આવું છું. “
આ પણ વાંચો :સલમાન – સંજય અને રિયા બાદ હવે લડી રહ્યા છે આર્યનનો કેસ, જાણો કોણ છે સતીશ માનશિંદે
આપને જણાવી દઈએ કે આ ફિલ્મ બાદ શાહરૂખ પણ તેના આગામી પ્રોજેક્ટ પઠાણ માટે મુંબઈ જવા રવાના થવાનો હતો, જોકે આર્યન ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ, આવું થવું શક્ય લાગતું નથી.
શનિવારે સાંજે NCBની ટીમ દ્વારા કોર્ડેલા ક્રૂઝ શીપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં શાહરુખ ખાનના દીકરા આર્યન સહિતના લોકોની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ ક્રૂઝ શીપ ગોવા જઈ રહી હતી.
આ પણ વાંચો : NCB ની પૂછપરછ બાદ Aryan Khan નો એક જ દિવસમાં બદલાયો લુક, જુઓ ફોટો
ક્રૂઝ પર કઈ રીતે પહોંચ્યું ડ્રગ્સ?
રિપોર્ટ્સ મુજબ NCBના એક અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા લોકો કોઈને ખબર ના પડે તે રીતે છૂપાઈને ડ્રગ્સનો જથ્થો પોતાની સાથે લઈ આવ્યા હતા. જેમાં કેટલાક લોકો પેન્ટની સિલાઈમાં, લેડીઝ પર્સના હેન્ડલમાં, અંડરવિયરના સિલાઈવાળા ભાગમાં, કોલરની સિલાઈમાં છૂપાવીને લાવ્યા હતા. NCB દ્વારા આ તમામ માહિતીને ફરી એકવાર વેરિફાઈ કરવામાં આવી રહી છે અને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :આર્યનની ધરપકડ બાદ સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરે, જુઓ વીડિયો