KBKJ Online Leak/ ઓનલાઈન લીક થઇ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’, સલમાન ખાનની ફિલ્મને લાગી શકે છે મોટો ફટકો

કેટલાક ઓનલાઈન યુઝર્સ સલમાન ખાનની આ ફિલ્મને ફ્રીમાં ઓનલાઈન બતાવવાનું વચન આપી રહ્યા છે. જો આમ થાય છે તો આ ફિલ્મના બોક્સ ઓફિસ બિઝનેસને મોટો ફટકો પડી શકે છે.

Trending Entertainment
સલમાન ખાનની

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થિયેટરોમાં જોવાની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર છે. 21 એપ્રિલે ઈદના અવસર પર રિલીઝ થનારી આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ રીતે ફિલ્મનું ભવિષ્ય જોખમમાં છે. આ ફિલ્મના યુનિટ સાથે જોડાયેલા લોકો આ પાઇરેસીથી ચોંકી ગયા છે.

રિપોર્ટ્સ અનુસાર, કેટલાક ઓનલાઈન યુઝર્સ સલમાન ખાનની આ ફિલ્મને ફ્રીમાં ઓનલાઈન બતાવવાનું વચન આપી રહ્યા છે. જો આમ થાય છે તો આ ફિલ્મના બોક્સ ઓફિસ બિઝનેસને મોટો ફટકો પડી શકે છે.

આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનની ફિલ્મ ઓનલાઈન લીક થઈ હોય. આ પહેલા પણ તેની ફિલ્મ ‘ટ્યુબલાઇટ’ ઓનલાઈન લીક થઈ હતી. તેના ફિલ્મ નિર્માતા સોહેલ ખાનને આનો માર સહન કરવો પડ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને તેને કારણે સલમાન ખાનની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું.

વાસ્તવમાં ફિલ્મની પાઇરેસીએ ગેરકાયદેસર કૃત્ય છે. પરંતુ સલમાન ખાનની ફેન ફોલોઈંગને જોઈને લોકો આ રિસ્ક લેતા ખચકાતા નથી. મોટી ફિલ્મોને ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે કોઈ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ઘરે બેઠા જોવાની લાલચ અને તેનાથી થતા મોટા નફાને કારણે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Filmywap, Filmyzilla, Filmyzilla 720p, Mp4Movies જેવી વેબસાઈટ ભૂતકાળમાં આવી બાબતો માટે કુખ્યાત રહી છે. જો આ વેબસાઈટ્સના દાવા સાચા હોય તો લગભગ 100 કરોડના ખર્ચે બનેલી સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સામે સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે જોવા મળશે.

આ પણ વાંચો:જાણો સિંગર લકી અલીએ તેના હિંદુ પ્રશંસકોની કેમ માફી માંગી

આ પણ વાંચો:સલમાન ખાનના લુંગી ડાન્સનો વિરોધ, દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો:સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

આ પણ વાંચો:અનિલ કપૂરે -110 ડિગ્રી સેલ્સિયસમાં કર્યું વર્કઆઉટ, 66 વર્ષની ઉંમરે કહ્યું સેક્સી દેખાવાનું રહસ્ય

આ પણ વાંચો:અલ્લુ અર્જુનનો દેવી ભેષ જોઈને પ્રશંસકો થયા ગુસ્સે, કહ્યું- ‘હવે અમે દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’