વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર વિશ્વને ધમરોળી નાખ્યું છે.બીજા તબક્કામાં ભારત દેશમાં પરિસ્થિતિ ખુબ જ અનિશ્ચિત બનતી જાય છે.સરકારના પ્રયત્ન કોરોના મહામારી પાસે ટૂંકા પડતા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના મહામારીની અસરથી ગુજરાત સહિતની રાજય સરકાર હરકતમાં આવી ગઇ છે.તેમજ રાજ્યમાં મીની લોકડાઉન ની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે.કોરોનાને કારણે ભાવનગર સહિત દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે.ક્રિકેટ રસિકોને અતિ લોકપ્રિય એવા IPL નો આ વર્ષે પ્રારંભ જરૂર કરવામાં આવ્યો છે. પરંતુ અનેક ખેલાડીઓ સંક્રમિત થઈ રહ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
https://twitter.com/ShelJackson27/status/1388051907424362500?s=20
એટલું જ નહીં ખેલાડીઓના પરિવારજનોને પણ કોરોના સંક્રમણ લાગુ પડી રહ્યું છે. સામાન્યથી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈ કોરોનાની ઝપેટમાં આવી રહ્યું છે.દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દેશભરની હોસ્પિટલમાં બેડ લેવા માટે સામાન્ય નાગરિકથી માંડીને દિગ્ગજ લોકોને પણ વલખાં મારવા પડે છે. તેવામાં IPL 2021માં કોલકાતાની ટીમના વિકેટ કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સને પણ પોતાના માસી માટે ભાવનગરની હોસ્પિટલમાં ICU બેડ મળે એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. શેલ્ડન જેક્સને ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ટેગ કરીને મદદ માંગી હતી. જેના એક કલાકમાં ભાવનગરના કલેક્ટરે જેક્સનના માસી માટે ICUમાં બેડ ઉપલબ્ધ કરાવ્યો હતો.
રાજ્યમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ સૌ કોઈ સુવિદિત છે.કોરોના મહામારીના કારણે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ પણ ગંભીર બની ગઈ છે. અમદાવાદથી લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ અત્યારે ઓક્સિજન અને બેડની અછત વર્તાઈ રહી છે. જેથી રાજ્યના લગભગ તમામ લોકો નિઃસહાય બની ગયા છે. આવામાં KKRના વિકેટ કીપર – બેટ્સમેન શેલ્ડન જેક્સનના માસી પણ કોરોના સંક્રમિત છે. એમની તબિયતમાં સુધારો ન આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી શેલ્ડને ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ટ્વીટમાં ટેગ કરીને લખ્યું હતું કે “સર મારા માસીની કોવિડના કારણે તબિયત ઘણી ખરાબ છે. જો શક્ય હોય તો તમે સ્થાનિક હોસ્પિટલમાં ICU બેડની વ્યવસ્થા કરાવી આપો ને.”
https://twitter.com/ShelJackson27/status/1388051907424362500?s=20
શેલ્ડન જેક્સને લગભગ 2:30 વાગ્યાની આસપાસ ટ્વીટ કરી હતી. જેનો ભાવનગરના કલેક્ટરે એક કલાકની અંદર જવાબ આપ્યો હતો. ભાવનગરના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લખ્યું હતું કે તમે મને માસીની સંપૂર્ણ કોન્ટેક્ટ ડિટેઈલ આપો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના કલેક્ટરે માસીની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થતા તેઓને ICUમાં બેડ ઉપલબ્ધ કરાવ્યો હતો. અત્યારે તેઓ સારવાર હેઠળ છે.એ બાબત ઉલ્લેખનીય છે કેભાવનગરના બે ખેલાડીઓ ચેતન સાકરીયા અને શેલ્ડન જેક્સન, IPL 2021માં પોતાના કાંડાનું કૌવત બતાવવા પસંદગી પામ્યા છે. ચેતન સાકરિયાને આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે સ્થાન આપ્યું છે. તો શેલ્ડન જેક્સનની કોલકાતાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને આ બાબતની જાણ કર્યા બાદ જય શાહની સુચના બાદ તેમના આંટીને સત્વરે મદદ પહોંચાડવામાં આવી હતી. ત્યારે તેઓએ જય સાનો પણ ટ્વિટ કરી અને આભાર માન્યો હતો.આ ટ્વિટમાં તેમણે સિનિયર ક્રિકેટર અને પત્રકારોનો પણ આભાર માન્યો હતો કે જેણે તેમના શબ્દોને સોશિયલ મીડિયાના માધ્યમથી વાચા આપી હતી.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને આ બાબતની જાણ કર્યા બાદ જય શાહની સુચના બાદ તેમના આંટીને સત્વરે મદદ પહોંચાડવામાં આવી હતી. ત્યારે તેઓએ જય સાનો પણ ટ્વિટ કરી અને આભાર માન્યો હતો.