સોશિયલ મીડિયા સ્ટાર કીલી પોલ તેના વીડિયો જાણીતો છે. લોકો તેના વીડિયોને ખૂબ પસંદ કરે છે. પરંતુ, તાજેતરમાં તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ વાતની જાણકારી કીલીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
તાંઝાનિયાની ઈન્ટરનેટ સેન્સેશન કીલી પોલના ભારતમાં લાખો ચાહકો છે. તે ઘણીવાર બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના ગીતો અને ડાયલોગ પર લિપ-સિંક વીડિયો બનાવે છે. જેને ભારતીય યુઝર્સ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં, કીલીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા સ્લેમ્ડ હુમલાની માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે, છરી વડે હુમલો કરવા ઉપરાંત લાકડીઓથી પણ માર મારવામાં આવ્યો હતો.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી સ્ટોરીમાં તેણે જણાવ્યું કે પાંચ અજાણ્યા હુમલાખોરોએ તેના પર છરી વડે હુમલો કર્યો અને પછી લાકડીઓ વડે માર માર્યો. તેણે જણાવ્યું કે, તેના જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ છે અને 5 ટાંકા પણ લગાવવામાં આવ્યા છે. આ સાથે તેણે જણાવ્યું કે તેણે બે હુમલાખોરોને માર મારીને પોતાનો બચાવ પણ કર્યો.
બીજી સ્ટોરી શેર કરતા કીલી પોલે લખ્યું, ‘લોકો મને નીચે લાવવા માંગે છે. પરંતુ ભગવાન હંમેશા મને ઉપર લઈ જાય છે. મારા માટે પ્રાર્થના કરો.’ કીલી પોલ હાલ ખતરાની બહાર છે.
યાદ આપવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં તાંઝાનિયામાં ભારતીય હાઈ કમિશન દ્વારા કીલી પોલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કીલીના વખાણ કર્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર તેના માટે પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ગયો છે. યુઝર્સ તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ તેઓ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:ગીરમાં એક પછી એક અનુભવાય ભૂકંપના આંચકા, 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો