ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી ભાજપ સરકાર સક્રીય થઇ ગઇ છે,અને અનેક કામોના ખાતમુર્હત અને લોકાર્પણ સહિત સતત વિકાસના કામો કરવા માટે સક્રીય રીતે રસ દાખવી રહી છે.રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત વિકાસના કામોને મંજૂરી આપી રહ્યા છે અને પ્રજાના ક્લાયણ થાય તેવી યોજના અમલી બનાવી રહ્યા છે. આજે મુખ્યમંત્રીનો સંભવિત કાર્યક્મની રૂપ રેખા જાણો.
ઉલ્લેખનીય છે કે આજે સવારે 9-45 કલાકે રાજ્યના મુખ્યમંત્રી નવા વાડજની ગુજરાતી શાળાના સ્માર્ટ વર્ગના લોકર્પણ માં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત તેઓ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડયુટી મીટમાં સવારે 11 કલાકે સામેલ થશે. આ સાથે તેઓ સાંજે 7 કલાકે નેશનલ ગેમ્સ ઇવેન્ટમાં પણ ગૃહમંત્રી અમિત શાહ સાથે ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે. ગુજરાત 2022 ની સત્તાવાર રીતે અહીંનાએરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રવિવારે (4 સપ્ટેમ્બર) રાજકારણ અને રમતગમતની દુનિયાના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે આ મેગા ઇવેન્ટની હાજરી આપશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરશે, તેમજ CM ભૂપેન્દ્ર પટેલ, અનુરાગ ઠાકુર, હર્ષ સંઘવી ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરશે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “અમને રાષ્ટ્રીય રમતોની યજમાની કરવાનો આનંદ અને ગર્વ છે. અમે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ અને અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ અને આ ગેમ્સને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી”.