Diwali 2024/ જાણો લાભ પાંચમનું મહત્વ અને શા માટે વેપારીઓ માટે આ દિવસ છે ખાસ?

તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

Diwali Muhurat Trading Diwali 2024 Religious Rashifal Trending Dharma & Bhakti
Image 2024 11 05T105141.046 જાણો લાભ પાંચમનું મહત્વ અને શા માટે વેપારીઓ માટે આ દિવસ છે ખાસ?

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Dharma: દિવાળી પછીનો એક દિવસ ખૂબ જ અગત્યનો છે, જ્યારે બહુજ મહત્વની પૂજા કરવામાં આવે છે. આ દિવાળીના તહેવારનો અંતિમ દિવસ હોય છે.આ દિવસ એટલે કે, લાભ પાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો. તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

2024 Labh Pancham | Labh Panchami date and time for Mountain View,  California, United States

આ વર્ષે લાભ પાંચમ ૬ નવેમ્બર અને બુધવાર દિવસે આવે છે. લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારનું ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.

શારદા પૂજન: આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે, સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.

Maa Sharda Pujan Vidhi: दिवाली पर इस तरह करें मां शारदा की पूजा, जानें सही  विधि - Maa Sharda Pujan Vidhi Know How To Do Sharda Puja On Diwali

ભગવાન ગણેશની પૂજા: દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

Ayodhya - Ganesh Puja Cost and Booking

ચોપડા પૂજન: લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે.

Sanatan Mandir Cultural Center


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા

આ પણ વાંચો:1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા

આ પણ વાંચો:વાસ્તુ મુજબ આ વસ્તુઓ ભૂલથી પણ ભેટ ન આપવી જોઈએ…