ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જ્યારથી તારીખો જાહેર થઇ છે ત્યારે એક પછી એક નેતાઓના રાજીનામાં આવા લાગ્યા છે અને પોતાની પાર્ટી છોડીને બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આવામાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગી શકે છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે,માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો તેમને ચૂંટણી લડવા માનવી રહ્યા છે. તબિયત સારી ન હોવાના કારણે સુરેશભાઈ ચૂંટણી લડવાની ના પાડે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ચૂંટણી લડવા માની જાય. માણસમાંથી પંજો જીતવો જોઈએ તે આપણે યાદ રાખવાનું છે.
ગુજરાત કોંગ્રેસમાં ઘણાં વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબજેદાર હોય એવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેને કારણે પણ કોંગ્રેસના મતદારો ડાઇવર્ટ થઈ રહ્યા હતા. એટલું જ નહીં, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠક બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.
આ પણ વાંચો:આજે પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, 3 લાખ 24 હજાર મતદારો પ્રથમ વખત કરશે મતદાન
આ પણ વાંચો:UPI થી પેમેન્ટ દેશની અંતિમ દુકાને 10500 ફૂટની ઊંચાઈ ઉપર પણ શક્ય
આ પણ વાંચો: ચૂંટણીમાં કોઈ સગા સંબંધીને ટિકિટ નહીં મળે : સી.આર.પાટીલ