યોગી આદિત્યનાથની સરકાર ખાદીના કપડાથી વિશ્વનો સૌથી મોટો માસ્ક બનાવીને બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની યોજના ઘડી રહી છે. આ માસ્ક 150 ચોરસ મીટરનું હશે. આ માસ્ક દેશના અનેક રાજ્યોમાં પ્રદર્શિત કરવામાં આવશે, પરંતુ તારીખોની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. ખાદી અને ગ્રામ ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ, નવનીત સહગલે જણાવ્યું હતું કે, સૌથી મોટો ખાદીનો માસ્ક ગરમ હવાના બલૂન દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે, જે રોગચાળા સામે લડવામાં માસ્કના મહત્વને દર્શાવે છે.
તેમણે કહ્યું કે, દરેક જિલ્લામાંથી બે મીટર ખાદીના કપડા પ્રાપ્ત થયા છે અને તે ફેશન ડિઝાઇનર મનીષ ત્રિપાઠીને સોંપવામાં આવ્યા છે, જે માસ્ક બનાવાના છે. મનીષ કેટલાક અન્ય રાજ્યોમાંથી પણ કપડા એકઠા કરી રહ્યો છે. સહગલે કહ્યું કે કોરોનાની રસી પછી પણ માસ્કની જરૂરિયાત ઓછી નહીં થાય.
માસ્ક કોરોનાવાયરસને રોકવામાં મદદરૂપ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે જાન્યુઆરી 2021 માં ખાદીના કાપડનુ પ્રદર્શન યોજવામાં આવશે. તેમાં રીના ઢાકા, રીતુ બેરી, મનીષ મલ્હોત્રા સહિતના પ્રખ્યાત ફેશન ડિઝાઇનરો દ્વારા કપડાંના પ્રદર્શનો દર્શાવવામાં આવશે.
latest design / પાંચ એકરમાં નિર્માણ પામશે 2 ઇમારતો, આવી હશે અયોધ્યામાં બનનાર…
#CoronaUpdate / દેશમાં કોરોનાથી ઠીક થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ, છેલ્…
farmer protests / ખેડૂતો બાદ હવે કેન્દ્ર સરકારનો પત્ર, મંત્રણા માટે આપ્યું આમં…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…