Not Set/ અનુપમ ખેર ને કાશ્મીરમાં શું થશે તેની થઇ ગઇ છે જાણ? ટ્વીટ કરી મનની વાત કરી શેર

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર એ કાશ્મીરની પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. કાશ્મીરની નવીનતમ પરિસ્થિતિ અંગે નિવેદન આપતાં અનુપમ ખેરે સોમવારે ટ્વીટ કરતા પોતાના મનની વાત કરી જેમા તેમણે લખ્યુ કે, કાશ્મીર સમાધાન શરૂ થઈ ગયુ છે. જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ઘાટીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ […]

Uncategorized
anupam kher અનુપમ ખેર ને કાશ્મીરમાં શું થશે તેની થઇ ગઇ છે જાણ? ટ્વીટ કરી મનની વાત કરી શેર

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર એ કાશ્મીરની પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. કાશ્મીરની નવીનતમ પરિસ્થિતિ અંગે નિવેદન આપતાં અનુપમ ખેરે સોમવારે ટ્વીટ કરતા પોતાના મનની વાત કરી જેમા તેમણે લખ્યુ કે, કાશ્મીર સમાધાન શરૂ થઈ ગયુ છે. જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ઘાટીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે, આગામી સુચના સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

anupam tweet અનુપમ ખેર ને કાશ્મીરમાં શું થશે તેની થઇ ગઇ છે જાણ? ટ્વીટ કરી મનની વાત કરી શેર

તાજેતરમાં, 2 ઓગષ્ટનાં રોજ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને સલામતી માટે તેમના ઘરે પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. તે દરમિયાન ત્યા આતંકવાદી દ્વારા હુમલો કરવાનુ કાવતરું હોવાના સમાચાર મળ્યા હતા, જે પછી સેનાએ આ નિર્ણય લીધો હતો. ત્યારબાદ કાશ્મીરમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આટલા સંવેદનશીલ સમયમાં કાશ્મીર મુદ્દે અનુપમ ખેરે આ ટ્વીટ કરી આગમાં ઘી હોમવાનુ કામ કર્યુ હોવાનુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા રદ્દ થયા બાદ ઘાટીમાં સુરક્ષા સંબંધી તણાવ ઘણો વધી ગયો હતો. પાકિસ્તાની સૈન્ય સમર્થિત આતંકવાદી હુમલાની ધમકીને કારણે અમરનાથ યાત્રાને રદ્દ કરવાનો આદેશ જારી કરાયો હતો. કાશ્મીરી પંડિત અનુપમ ખેર શરૂઆતથી અનેક પ્રસંગોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને સમર્થન આપતા જોવા મળ્યા છે.

વળી તેમની પત્ની કિરણ ખેર ભાજપનાં લોકસભા સાંસદ છે. તેઓ લોકસભામાં ચંદીગઢનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ઘણા પ્રસંગોએ સંસદમાં ઘાટીથી સંબંધિત મુદ્દાઓને ઉઠાવતા રહે છે. થોડા સમય પહેલા અહેવાલ મુજબ કિરણ ખેરએ કહ્યું હતું કે, જો જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370ને હટાવવામાં આવે તો રાજ્યની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.