@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદના કુષ્ણનગરમા જાહેરમા ખુની ખેલ ખેલાયો છે, જ્યાં 17 વર્ષના સગીરની ઘાતકી હત્યા કરાઈ છે. તો બીજી તરફ હત્યાનો વિડીયો વાયરલ થતા પોલીસની તપાસ પર સવાલ ઉઠયા છે. આ હત્યા ગેંગવોરમા થઈ હોવાની ચર્ચા છે. ત્યારે મૃતકના પરિવારે પોલીસની તપાસ પર રોષ વ્યકત કરીને સીઆઈડીને તપાસ સોંપવાની માંગ કરી.
આ ઘટનાની વાત કરીએ તો, 10 ડિસેમ્બરના રોજ 17 વર્ષના સગીરની ઘાતકી હત્યા કેસનો વિડીયો વાયરલ થયો છે.જ્યાં છથી સાત લોકો નિર્દય બનીને સગીર પર હથિયારોથી હુમલો કરીને હત્યા કરતા નજરે પડી રહયા છે. જાહેરમા થયેલી હત્યાના વિડીયોએ અમદાવાદની સલામતીને લઈને સવાલ ઉઠાવ્યા.
આ ઘટનાની વાત કરીએ તો, ધ્રુવરાજસિંહ ભાટી લગ્નમાંથી ઘરે પરત ફરી રહયો હતો. ત્યારે તેની ઘાતકી હત્યા કરવામા આવી.. આ ઘટના મૃતકના મિત્ર ચિરાગ મરાઠીની હાજરીમા થઈ.કુષ્ણનગર પોલીસે મારામારીની ફરિયાદ નોંધીને હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર તેના પુત્ર નિશિત ઉર્ફે નિશુ શાહ અને રુચિલ ચુડાસમાની ધરપકડ કરી હતી.
બીજી તરફ, સામાન્ય ગુનો બન્યો હોય તેમ શરૂ કરેલી પોલીસની તપાસ દરમ્યાન ભાટીનુ મૃત્યુ નિપજતા પોલીસ હત્યાનો ગુનો નોંધીને સંતોષ માળ્યો.પરંતુ હત્યાના 10 દિવસ બાદ જે હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠયા. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્થાનિક કોર્પોરેટર અને રાજકીય દબાણમા આરોપીઓને છાવરી રહી છે.
સાથે સાથે અમદાવાદમા જાહેરમા થયેલા ખુની ખેલમા સલામતીને લઈને સવાલ ઉઠી રહયા છે. આ હત્યા ગેંગવોરમા થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે પોલીસની તપાસમા મૃતક ધ્રુવરાજસિંહ ભાટી વિરૂધ્ધ 15 જેટલા ગુના નોંધયા હતા અને વાહનના ઓવરટેક બાબતે મૃતક ઝઘડો કરવા જતા આ હત્યા થઈ હોવાનુ પોલીસ કહી રહી છે. પરંતુ વાયરલ થયેલો વિડીયો તો કંઈ ક જુદુ જ વ્યકત કરે છે.. એક સગીર પર સતત હથિયારોથી હુમલો કરવામા આવ્યો છે.એક -બે નહિ પરંતુ છથી સાત યુવકો હત્યાને અંજામ આપતા નજરે પડી રહયા છે. તેમ છંતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને સંતોષ માન્યો હતો.
આ વિડીયો વાયરલ થતા પોલીસની તપાસને લઈને થયેલા આક્ષેપોને પોલીસ અધિકારીઓએ નકાર્યા હતા. અને રાયોટીંગનો ગુનો નોધીને વધુ પાંચ આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક સગીર વિરુદ્ધ એક જ વર્ષ માં 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને સગીર ધ્રુવરાજ સિંહ કુખ્યાત ધર્મેન્દ્ર બારડ નો સાગરીત છે જેથી તેની હત્યા ગેંગવોરમાં થઈ હોવાની આંશકા છે.જેને લઈ મૃતક સગીરના પરિવારજનો સ્થાનિક પોલીસ કામગીરી સંતોષ નથી જેથી અન્ય એજન્સી તપાસ સોંપવાની માંગ કરી છે.
નોબલનગરમાં દુષ્કર્મનો બન્યો, સેનાના જવાન વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
સમગ્ર દેશ શીતલહેરના સપાટા, આબુમાં પારો માઇનસ 1 ડિગ્રી સુધી પહોંચ્યો
બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ
વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો
મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…