કર્ણાટકમાં ચૂંટણીનો ફિવર જોર પકડી રહ્યો છે. નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આ વખતે ભાજપે ઘણા નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે અને ઘણા વરિષ્ઠ નેતાઓના નામ ચૂંટણી યાદીમાંથી કાઢી નાખ્યા છે. તેમાંથી એક ભાજપના વરિષ્ઠ નેતા અને વર્તમાન ધારાસભ્ય કેએસ ઇશ્વરપ્પા છે, જેમને પાર્ટીએ આ વખતે મેદાનમાં ઉતાર્યા નથી. ત્યારે બીજેપીએ તેમના પુત્રને પણ ટિકિટ આપી નથી. ટીકીટ નકારવામાં આવતા ભાજપના ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. બીજી તરફ, ઇશ્વરપ્પાએ હાઈકમાન્ડના નિર્ણયને ટેકો આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભાજપના દિગ્ગજ નેતા કેએસ ઇશ્વરપ્પાને વીડિયો કોલ કર્યો હતો. વાતચીતનો એક વીડિયો પોતે પાંચ વખતના ધારાસભ્યએ શેર કર્યો છે. વડાપ્રધાન સાથે વાત કર્યા બાદ કેએસ ઈશ્વરપ્પાએ કહ્યું, ‘મને તેમનો (વડાપ્રધાનનો) ફોન આવવાની આશા નહોતી. તેમના ફોન કોલથી મને શિવમોગ્ગા શહેર પર વિજય મેળવવાની પ્રેરણા મળી છે. તેમણે કહ્યું કે અમે બીજેપી સરકારને ફરી સત્તામાં લાવવા માટે તમામ પ્રયાસ કરીશું. ઈશ્વરપ્પાએ કહ્યું કે મેં પીએમ મોદીને પૂરો વિશ્વાસ આપ્યો છે.
પોતાના પુત્રને ટિકિટ ન મળવા પર પ્રતિક્રિયા આપતા ઈશ્વરપ્પાએ ગુરુવારે કહ્યું હતું કે, “હું ભાજપથી નારાજ નથી… જે લોકોએ ભાજપ છોડી દીધું છે તેમને પાર્ટીમાં પાછા લાવવા પડશે, જેઓ અમારી પાર્ટીથી નારાજ છે અને કોંગ્રેસમાં જોડાયા છે.” તેમણે કહ્યું કે ભાજપ જીતશે અને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
બુધવારે ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી. આ યાદીમાં શિવમોગ્ગા અને માનવી બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદી અનુસાર શિવમોગ્ગાની હાઈપ્રોફાઈલ સીટ પરથી ભાજપે પૂર્વ ડેપ્યુટી સીએમ કે ઈશ્વરપ્પાના પુત્રને ટિકિટ આપી નથી.
ભાજપે ચન્નાબાસપ્પાને શિવમોગ્ગાથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને શિવમોગ્ગા સીટથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કેએસ ઈશ્વરપ્પાએ આ વખતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે પાર્ટી નેતૃત્વને પણ પોતાની ઈચ્છા જણાવી હતી. જે બાદ પાર્ટીએ કેએસ ઇશ્વરપ્પાના નામ પર વિચાર કર્યો ન હતો. જોકે, ઈશ્વરપ્પાએ તેમના પુત્ર ઈ કંટેશ માટે ટિકિટની માંગણી કરી હતી. બુધવારે, ભાજપે ઈશ્વરપ્પાની માંગને આઘાતજનક રીતે ફગાવીને ચન્નાબસપ્પાના નામની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:પતિએ પત્નીને મારી ગોળી, હાલત ગંભીર; વકીલના ડ્રેસમાં આવ્યો હતો હુમલાખોર
આ પણ વાંચો:ટ્વિટરે હટાવી બ્લુ ટિક, CM યોગી, સલમાન-વિરાટ કોહલી સહિત અનેક સેલિબ્રિટીઓના એકાઉન્ટ વેરિફાઈડ નથી
આ પણ વાંચો:હવે કોર્ટ પર પણ ભરોસો નથી! રાહુલ ગાંધીની અપીલ ફગાવી દેવાયા બાદ ગુસ્સે થયા મહેબૂબા
આ પણ વાંચો:‘ OYO રૂમમાં છોકરીઓ હનુમાન આરતી કરવા નથી જતી’, મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સેનાના વાહનમાં આગ લાગી, 4 જવાન શહીદ