ધર્મ વિશેષ/ જન્મથી કુબળી કુબ્જાને કૃષ્ણએ આવી રીતે બનાવી સુંદર સન્નારી

હવે તે સહેલાઈથી ભગવાન કૃષ્ણના મસ્તિક પર  આરામ થી તિલક કરવા સક્ષમ બની હતી. હવે તે શ્રી કૃષ્ણના કપાળ પર ચંદનનો તિલક કરી શકે છે.  કુબ્જા હવે એક ખુબ સુંદર સ્ત્રીમાં ફેરવાઈ જાય છે. તેણી ભગવાન કૃષ્ણ નેપોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે. કૃષ્ણે તેમના ઘરે જવાનું વચન આપ્યું અને તેને વિદાય આપી.

Dharma & Bhakti
kasez 7 જન્મથી કુબળી કુબ્જાને કૃષ્ણએ આવી રીતે બનાવી સુંદર સન્નારી

 કૃષ્ણનો અનંત પ્રેમ

કંસના રાજ્યમાં કુબ્જા નામની એક કુબળી  સ્ત્રી રહેતી હતી. તે રાજા કંસના દરબારમાં રાજા માટે ફૂલ અને ચંદન અને માળા વિગેરે પહોચાડવાનું કાર્ય કરતી હતી. તે તેનું કાર્ય અત્યંત જવાબદારી અને નિષ્ઠા પૂર્વક કરતી હતી. કંસ તેના કાર્યથી ખુબ ખુશ હતો.

જયારે ભગવાન શ્રી કૃષ્ણ ને મારવાના હેતુ થી છળ સાથે કંસ મથુરા બોલાવે છેત્યારે મથુરા જતા રસ્તામાં કૃષ્ણ સૌથી પહેલા કુબ્જા ને મળે છે.  ભગવાન કૃષ્ણએ જોયું કે તેણીના હાથમાં ચંદન, ફૂલો અને ગળાનો હાર વગેરે છે અને તે તે ખૂબ જ ખુશ હૃદયથી આ બધું લઇ જી રહી છે.  ત્યારે શ્રી કૃષ્ણે કુબ્જાને પૂછ્યું – “તમે આ ચંદન અને ગળાનો હાર પુષ્પો સાથે ક્યાં જઈ રહ્યા છો અને તમે કોણ છો?”

ત્યારે કુબ્જાએ  જવાબ આપ્યો કે – “હું કંસની દાસી  છું.” હું કુબળી  હોવાને કારણે લોકો મને કુબ્જા કહે છે.  અને હવે મારું નામ કુબજા થઈ ગયું છે.

હું આ ચંદન, ફૂલનો હાર વગેરે લઈ અને રોજ મહારાજા કંસ પાસે જઉ છું અને તેમને આ સામગ્રી પ્રદાન કરું છું. અને આ ફૂલો અને ચંદન થી મહારાજ પોતાનો શણગાર કરે છે.

શ્રી કૃષ્ણએ કુબ્જાને વિનંતી કરી – “તમે આ ચંદન અનેફુલ ,  માળા વિગેરે મને આપો”. કુબ્જાએ ઇનકાર કરતાં કહ્યું – “ના, ના, આ ફક્ત મહારાજા કંસ માટે છે.”

હું તેને બીજા કોઈને નાં આપી શકું.  ” જે લોકો આજુબાજુ એકઠા થયા હતા અને આ સંવાદ સાંભળી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે આ કુબ્જાને પણ ખૂબ ગર્વ છે. ખરેખર ભગવાન  તેની સામે ઉભા છે અને વિનંતી કરે છે, અને તે  ભગવાન નેજ શણગાર આપવાથી ઇનકાર કરી રહીછે. કેટલી દુર્ભાગ્યશાળી છે. આવી  સરસ તક ગુમાવી રહીછે.

આવો પ્રંસગ  બહુ ઓછા લોકોના જીવન માં આવે છે. જયારે ભગવાન સામે થી તમારી પાસે કોઈ ચીજ ની માંગની કરી રહ્યા હોય. ભગવાનને પુષ્પમાળા અને ચંદન અર્પણ કરવાને બદલે તે પાપી કંસને અર્પણ કરશે.

Srimad Bhagavatham

કુબ્જા ભગવાન શ્રીકૃષ્ણની આરાધના વારંવાર વિનંતી થી આ શણગાર કૃષ્ણને કરવા માટે રાજી થાય છે. પરંતુ તે કુબળી હોવાને કારણે કૃષ્ણના કપાળ સુધી નથી પહોચી શકતી .

ત્યારે ભગવાન  શ્રી કૃષ્ણએ તેના પગને પગ વડે દબાવીને બંને હાથ પકડી ખેંચી ઉંચી કરી . અને કુબ્જા ને સીધી કરી.

હવે તે સહેલાઈથી ભગવાન કૃષ્ણના મસ્તિક પર  આરામ થી તિલક કરવા સક્ષમ બની હતી. હવે તે શ્રી કૃષ્ણના કપાળ પર ચંદનનો તિલક કરી શકે છે.  કુબ્જા હવે એક ખુબ સુંદર સ્ત્રીમાં ફેરવાઈ જાય છે. તેણી ભગવાન કૃષ્ણ નેપોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે. કૃષ્ણે તેમના ઘરે જવાનું વચન આપ્યું અને તેને વિદાય આપી.

krishna1008: The Pastime of Kubja and Krishna (Srila Prabhupada)