Not Set/ કુમારસ્વામી સીએમ પદના લેશે શપથ, સોનિયા, રાહુલ સહિત વિપક્ષ નેતાઓ રહેશે હાજર

કર્ણાટકમાં બુધવારના રોજ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર શપથગ્રહણ કરશે. જેમાં જેડીએસના એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રીનું પદ અને દલિત નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી પરમેશ્વરને ડેપ્યુટી સીએમનું પદ આપ્યું છે. એચડી કુમારસ્વામી 24 મેના રોજ બહુમતી સાબિત કરવાના છે. મંત્રીમંડળના અન્ય સભ્યોનું શપથ ગ્રહણ પછી કરવામાં આવશે. કર્ણાટકના રાજકારણમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર સાથે નવા અધ્યાયની […]

Top Stories
કુમારસ્વામી સીએમ પદના લેશે શપથ, સોનિયા, રાહુલ સહિત વિપક્ષ નેતાઓ રહેશે હાજર

કર્ણાટકમાં બુધવારના રોજ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર શપથગ્રહણ કરશે. જેમાં જેડીએસના એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રીનું પદ અને દલિત નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ જી પરમેશ્વરને ડેપ્યુટી સીએમનું પદ આપ્યું છે.

એચડી કુમારસ્વામી 24 મેના રોજ બહુમતી સાબિત કરવાના છે. મંત્રીમંડળના અન્ય સભ્યોનું શપથ ગ્રહણ પછી કરવામાં આવશે. કર્ણાટકના રાજકારણમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર સાથે નવા અધ્યાયની શરૂઆત થશે.

મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી એકસાથે શપથ લેશે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે, મંત્રીમંડળમાં કુલ 34 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ડે. સીએમના શપથ લીધા બાદ 24મી મેના રોજ ફલોર ટેસ્ટ કરવામાં આવશે. વેણુગોપાલ અનુસાર 34 મંત્રીઓમાંતી કોંગ્રેસના 22 મંત્રી હશે, જ્યારે મુખ્યમંત્રી સહિત જેડીએસમાંથી 12 મંત્રી બનશે. બંને પાર્ટીઓના ધારાસભ્યો મળીને બહુમતી મેળવવા 112નો આંકડો મેળવવાનો છે જેમાં કોઈ પણ મુશ્કેલી દેખાતી નથી.

વિધાનસભાનું સ્પીકર પદ કોંગ્રેસને મળશે. વિધાનસભામાં સ્પીકર તરીકે કે આર રમેશ કુમારનું નામ સૌથી આગળ છે. કર્ણાટકના રાજકારણમાં ચાલેલી ભારે ઉથલપાથલ દરમિયાન કોંગ્રેસ-જેડીએસના તારણહાર બનેલ ડી કે શિવકુમાર શપથગ્રહણમાં ઉપસ્થિત રહેશે. હજુ સુધી જેડીએસે ડેપ્યુટી સ્પીકરનું નામ જાહેર કર્યું નથી. કેજી રમેશકુમાર દક્ષિણ કર્ણાટકના શ્રીનિવાસપુર સીટથી જીત્યા છે.