Not Set/ કચ્છ : ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં, પાક. નાગરિક ભાજપનો સદસ્ય

ગત લોકસભા ચુંટણીમાં ભારતમાં સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત ભાજપ દેશમાં સૌથી વધુ રજિસ્ટર્ડ સ્ભ્યો પોતાની પાસે હોવાના દાવા કરી રહ્યું છે. અને તે માટે સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ અભિયાન ભાજપના માથે કાળી લિટિ બની રહ્યું હોવાનુ સામે આવી રહ્યું છે. ગુજરાતનાં કચ્છ જિલ્લાના  નખત્રાણામાં સદસ્યતા અભિયાન અંતર્ગત […]

Top Stories Gujarat Others Politics Videos
bjp kutch કચ્છ : ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં, પાક. નાગરિક ભાજપનો સદસ્ય

ગત લોકસભા ચુંટણીમાં ભારતમાં સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત ભાજપ દેશમાં સૌથી વધુ રજિસ્ટર્ડ સ્ભ્યો પોતાની પાસે હોવાના દાવા કરી રહ્યું છે. અને તે માટે સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ અભિયાન ભાજપના માથે કાળી લિટિ બની રહ્યું હોવાનુ સામે આવી રહ્યું છે. ગુજરાતનાં કચ્છ જિલ્લાના  નખત્રાણામાં સદસ્યતા અભિયાન અંતર્ગત આવી જ એક ઘટના બની છે. અને આ સદસ્યતા અભિયાન વિવાદના ઘેરામાં આવીને ઊભું રહયુ છે.

bjp kutch 1 કચ્છ : ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં, પાક. નાગરિક ભાજપનો સદસ્ય

કચ્છને અડીને આવેલા પાકિસ્તાનનાં સિંધ પ્રાંતના મીઠી જિલ્લાનો રહેવાસી જયસિંહ ઉર્ફે ભમરસિંહ છેલ્લા કેટલાક વર્ષોથી નખત્રાના ખાતે લોંગ ટર્મ વિઝા પર રહે છે. આ પાકિસ્તાની નાગરિક ભાજપના સભ્ય તરીકેનું ફોર્મ આપતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પદાધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ ફોટામાં તાલુકા પ્રમુખનિસથે મંત્રી અને સંગઠન પર્વના ઇન્ચાર્જ પણ નજરે પડી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે  આ સભ્યની 300 રૂપિયાની સ્લીપ પણ ફાડવામાં આવી છે. પરંતુ યુવક પાકિસ્તાની નાગરિક છે, તે વાત સામે આવતા ભાજપના અગ્રણીઓ દ્વારા આ વાત ને દબાવી દેવણો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

એક વાત તો એસપીએસએચટી છે કે, ભાજપ ના ઉચ્ચ હોદ્દેદારો તરફ થી સંગઠનના નીચલા લેવલ પર સદસ્ય બનન્વ માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જે પૂરો કરવા માટે સંગઠનના નીચલા લેવલ્ના કાર્યકરો અને હોદ્દેદારો ઇડીઆઇ ચોટીનું જોર લગાવી ને કોઈપણ હિસાબે કરીને પૂર્ણતા ને આરે લઈ જવા માંગે છે. અને પોતાની જવાબદારી પૂરી કરવા માંગે છે. પરંતુ આ જવાબદારી પૂરી કરવા માટે તેઓ વગર વિચાર્યે કોઈને પણ ભાજપનું સદસ્ય બનાવતા પણ વિચાર નથી કરતાં. આજ દર્શાવે છે કે આ અભિયાન માં કેટલા સભ્યો સાચા હશે…?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન