કચ્છ,
કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામની વસ્તી 13 હજારની છે આ ગામમાં આહીર અને રબારી પરિવાર વસવાટ કરે છે.તેઓ મુખ્યત્વે ભરતકામ અને ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે.
ગામના સરપંચ વેલજીભાઈ ઢીલા ના પત્ની પુરીબેન ના જણાવ્યાનુસાર , ગામની તમામ મહિલાઓ ભરત કામ ન વ્યવસાય સાથે સંકળાયેલી છે.પરંપરાગત વ્યવસાય ભરતકલા ની ખાસિયત અનેક છે.
મહિલાઓ મુખ્યત્વે ઘાઘરા , ચણીયા ચોળી અને કાપડ બનાવે છે.નાના ચણીયા ચોળી ને બનાવતા બે મહિના જેવો સમય વીતી જાય છે જે 20 ,000 ની કિંમત માં વેચાય છે જ્યારે મોટા ઘાઘરા અને ચણીયા ચોળી 50 ,000 ની કિંમત માં વેચાય છે.
જેને બનાવતા 12 મહિના નો સમય વીતી જાય છે.અહીંના ભરતકામ ને ખરીદવા લોકો વિદેશથી પણ આવે છે.આ વ્યવસાય સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા છે.રણોત્સવ શરૂ થતાં પ્રવાસીઓનો ઝોક વધતાની સાથે આ ભરત કામ ની પણ માંગ વધવા પામશે.આજના આ યુગમાં મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ કહી શકાય તેમ છે