રાજ્યમાં બહુમુલ અને અતિ કિંમતી ખનીજ ચોરી કોઇ નવી વાત બિલકુલ નથી. ખનીજ માફિયાઓ દ્વારા સુવ્યવસ્થિત રીતે અને આયોજનબધ્ધ સાથે આ તમામ કારશા પાર પાડવામાં આવતા હોય છે, તે પણ જગ જાહેરવાત છે. પૂર્વે પણ અનેક મોટા માથાઓની ખનીજ ચોરી મામલે સંડોવણી પણ બહાર આવી છે. સરકાર દ્વારા આવા ખનીજ ચોરોને ડામવા અનેક પ્રયાસો સમયાંતરે કરવામાં આવતા જ રહે છે, પણ આ તો ખનીજ માફિયાને માટે સરકારની તમામ કોશિશ છતા થોડા સમયમાં જ બિલાળીનાં ટોપની જેમ ફરી ઉગી આવે છે.
આવોજ કરોડોની ખનીજ ચોરીનો કિસ્સે ફરી કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છનાં લાખોદમાં 28 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ છે. ખનીજ ચોરીમાં સામેલ બે ઈસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ખનીજ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી આપી દેવામાં આવી છે. રેન્જ IGની કાર્યવાહીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.