હત્યા/ બહેનની રાખડીનું ઋણ ભૂલી ભાઈ બન્યો શેતાન, સગી બહેનને ઉતારી મોતને ઘાટ

આ મારી જ બહેન છે અને મેં તેને પતાવી નાખી છે.

Gujarat Others
kejrivaal 10 બહેનની રાખડીનું ઋણ ભૂલી ભાઈ બન્યો શેતાન, સગી બહેનને ઉતારી મોતને ઘાટ

મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર આવેલા મારૂતિનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ભાઈએ જ તેની બહેનને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ તુરંત જ વાયરલ થયેલા વીડિયોમાં આરોપી છરી સાથે જોવા મળ્યો હતો. અને આસપાસના લોકોને કહ્યું હતું કે, આ મારી જ બહેન છે અને મેં તેને પતાવી નાખી છે.

મુન્દ્રા પોલીસના જણાવ્યા અનુસાર શહેરના બારોઈ રોડ પર આવેલા મારૂતિનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનામાં ભાઈએ જ તેની બહેનને છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા નિપજાવી હતી. પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ હતભાગી રીનાબા નારૂભા રાઠોડને તેના ભાઈ પ્રેમસંગ નારૂભા રાઠોડે છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના બાદ તુરંત જ આસપાસના કોઈ સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં આરોપી છરી સાથે જોવા મળે છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.  આરોપી પ્રેમસંગ રાઠોડ વીડિયોમાં એવું બોલતો સંભળાયો હતો કે, આ મારી બહેન થાય અને મેં જ તેને પતાવી નાખી છે. તેણે આડા સબંધ રાખ્યો એટલે મેં તેને મારી નાખી છે. વીડિયો ઉતારનાર જાગૃત નાગરિકે આરોપીને કંઈક સમજાવે છે. ત્યારે વધુમાં આરોપીએ એમ પણ કહ્યું હતું કે, હું કયાંય જ નથી જવાનો અહીં જ ઉભો છું.

આ સમગ્ર ઘટનાની જાણ મુન્દ્રા પોલીસને થતાં મુન્દ્રા પીએસઆઈ બી.જે. ભટ્ટ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આરોપીને ઘટના સ્થળેથી રાઉન્ડઅપ કરીને હતભાગી યુવતીના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડવા  હાથ ધરાઈ હતી.