Not Set/ આફત સામે લડવા માટે કચ્છનું તંત્ર સતર્ક, સ્થળાંતરની કામગીરી શરૂ

અબડાસા તાલુકામાં પણ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ક્ચ્છ- ગુજરાતમાં હજી પણ વાવાઝોડાનો ખતરો યથાવત છે.  150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. 

Gujarat Others Trending
tukait આફત સામે લડવા માટે કચ્છનું તંત્ર સતર્ક, સ્થળાંતરની કામગીરી શરૂ

તૌકતે વાવાઝોડાની આફત સામે લડવા માટે કચ્છનું તંત્ર સતર્ક બન્યું છે ખાસ તો કચ્છનાં કોસ્ટલ એરિયાના ગામોને એલર્ટ પર મૂકી દેવાયા છે તેવામાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે તેવા અબડાસા તાલુકામાં પણ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ક્ચ્છ- ગુજરાતમાં હજી પણ વાવાઝોડાનો ખતરો યથાવત છે.  150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

આ વાવાઝોડું નલિયા-પોરબંદર વચ્ચે ટકરાય તેવી સંભાવના છે 18મીએ આ વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાય તેવી શકયતા છે ત્યારે નલિયાનું તંત્ર સાબદુ બની ગયું છે.નલિયાના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે માહિતી આપતા જણાવ્યું કે,જખૌ બંદરે 1 હજાર જેટલા માછીમારોની વસ્તી છે. જે પૈકી જામનગર, જૂનાગઢ, વેરાવળ, વલસાડ જિલ્લાના માછીમારોને બસ માર્ગે વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. 

જખૌ બંદર પર રહેતા 100 થી 125 વ્યકતીઓને જખૌ શાળામાં સ્થળાંતરિત કરવામાં આવશે. તકેદારીના ભાગરૂપે દરિયામાંથી બોટો મંગાવી લેવાઈ છે.  જખૌ બંદર ખાલી કરી દેવાયું છે.  ઉપરાંત દરિયાકિનારાથી 5 કિમીના અંતરમાં 24 ગામો આવે છે. જ્યાં આશ્રયસ્થાનો નક્કી કરી દેવાયા છે. ઉપરાંત લોકોને સાદ પાડી તંત્રને સહકાર આપવા, અફવાઓથી દુર રહેવા અને તંત્રની સૂચનાઓનું અમલ કરવા સૂચના અપાય છે પ્લાન બી તરીકે દરિયાથી 25 કિમીમાં આવતા ગામોમાં પણ લોકોને સચેત કરાયા છે.

સંભવિત ‘તૌકતે’ વાવાઝોડા સંદર્ભે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં અને ખાસ કરીને સમગ્ર કચ્છ પર તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાની ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા તાજેતરના બુલેટીનના પગલે આજરોજ કલેક્ટર પ્રવિણા ડી. કે ના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં ઉભી કરાયેલી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

તારીખ ૧૮ થી ૨૦મી મે ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળા વિસ્તારોના સાત તાલુકાના ૧૨૩ ગામ માટે અગમચેતી અને પૂર્વ તૈયારી રૂપે કરાયેલી વ્યવસ્થા અંગેનો તાગ મેળવવા આ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીશ્રી તેમજ ચીફ ઓફિસર પાસેથી તૌકતે વાવાઝોડા સંદર્ભે લીધેલા જરૂરી પગલાં અંગેની માહિતી કલેક્ટરએ મેળવી હતી અને જિલ્લાના સંબધિત વિભાગોના અધિકારીઓ પાસેથી ઉભી કરેલી જરૂરી વ્યવસ્થાની વિગતો મેળવી હતી.

tukait 1 આફત સામે લડવા માટે કચ્છનું તંત્ર સતર્ક, સ્થળાંતરની કામગીરી શરૂ

આ તકે કલેક્ટરએ તમામ તાલુકાના અધિકારીઓ પાસેથી સંભવિત અસર પામે તેવા ગામડા અને લોકોની સંખ્યા,તેમના માટે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉભા કરાયેલ આશ્રયસ્થાનો વગેરેની વિગતો મેળવી હતી.તેમજ તત્કાલ ઘટતી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. તથા તમામ આશ્રયસ્થાન પર આરોગ્યની ટીમ ફાળવવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.માઢકને સુચના આપી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ્સમાં વિજ પૂરવઠો ખોરવાય તો અગાઉથી જનરેટર સેટની વ્યવસ્થા કરવા તેમજ જ્યાં જનરેટર હોય ત્યાં તે ચાલુ સ્થિતીમાં છે કે નહિં તે અંગે સુનિશ્ચિત થવા સંબધિત અધિકરિઓને તાકિદ કરી હતી. ઉપરાંત કોવિડ હોસ્પિટલ્સમાં ઓક્સિજનના અભાવની સ્થિતી ન સર્જાય તે માટે અગાઉથી ઓક્સિજનનો જથ્થો આરક્ષિત રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકાઓમાં રસ્તા પર મોટા હૉર્ડિંગ્સ હટાવી લેવા જે તે તાલુકાના અધિકારીઓને તેમજ આર એન્ડ બી વિભાગને સુચના આપી હતી. પાણી પુરવઠો ન ખોરવાય તે અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા પાણી પૂરવઠા વિભાગને સુચના આપી હતી. તમામ વિસ્તારોમાં માછીમારો અને અગરીયાઓ ને સ્થળાંતરિત કરવા માટે તેમજ તેમની તમામ બોટ પરત બોલાવવા માટે ફિશરિઝ ડિપાર્ટમેન્ટને સુચના આપી હતી.જે અંગે મદદનિશ ફિશરીઝ નિયામક તરફથી જણાવાયું હતું કે આજ સાંજ સુધીમાં તમામ બોટ પરત આવી જશે.

tukait 2 આફત સામે લડવા માટે કચ્છનું તંત્ર સતર્ક, સ્થળાંતરની કામગીરી શરૂ

જિલ્લામાં કંડલા તેમજ મુંદ્રા ખાતે આવેલા મુખ્ય બે પોર્ટ પર પણ સંભવિત વાવાઝોડા સામેની પુર્વ તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવી. આ તકે કલેક્ટરશ્રીએ સંભવિત અસર પામનારા સ્થળો પરથી ૧૭મી મે સુધીમાં સ્થળાંતરના આદેશ આપ્યા હતા તેમજ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જિલ્લામાં NDRF ની બે તેમજ SDRFની એક ટીમની ફાળવણી કરી છે.