Not Set/ જેડીયુના નવા અધ્યક્ષ તરીકે લલન સિંહની વરણી,રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય

રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ કર્પૂરી ઠાકુરના શિષ્ય હોવાનું માનવામાં આવે છે. મુંગેર લોકસભા બેઠકના હાલના જેડીયુના સાંસદ 1970 ના દાયકામાં નીતિશ કુમારના સંપર્કમાં આવ્યા હતા

Top Stories
jdu જેડીયુના નવા અધ્યક્ષ તરીકે લલન સિંહની વરણી,રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય

જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ હશે. કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે શનિવારે દિલ્હીમાં જેડીયુ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં તમામ પક્ષના સાંસદો અને લગભગ ચોવીસથી વધુ  રાજ્યોના પ્રદેશ પ્રમુખોએ હાજરી આપી હતી.

જેડીયુના પ્રમુખ પદની રેસમાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહનું નામ સૌથી આગળ હતું. લલન સિંહને સીએમ નીતીશ કુમારની ખૂબ નજીક માનવામાં આવે છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ પાર્ટીએ આરસીપી સિંહને પ્રદેશ અધ્યક્ષ પદ પર બેસાડ્યા હતા. તમામ રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને તેમને પાર્ટીમાં ટોચના નેતૃત્વનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ તાજેતરમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બન્યા બાદ તેઓ પાર્ટી માટે સમય કાઢી શકતા ન હતા, તેથી પાર્ટીએ ફરી એક વખત નવા પ્રમુખની શોધ કરવી પડી.

રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ કર્પૂરી ઠાકુરના શિષ્ય હોવાનું માનવામાં આવે છે. મુંગેર લોકસભા બેઠકના હાલના જેડીયુના સાંસદ 1970 ના દાયકામાં નીતિશ કુમારના સંપર્કમાં આવ્યા હતા. લલન સિંહ એ લોકોમાંથી એક છે જેમણે નીતીશ કુમારે સાથે જેડીયુ પાર્ટીના બીજ વાવ્યા હતા. જ્યારે નીતીશે લાલુ સામે અલગ પાર્ટી બનાવવાનો અને શરદ યાદવની નારાજગી લેવાનો નિર્ણય કર્યો ત્યારે લલન સિંહ નીતીશ કુમાર સાથે હતા તે નીતીશ કુમાર  સાથે જોડાયેલા છે, વચ્ચે થોડા વર્ષો સુધી બંને વચ્ચે અણબનાવ હતો, પરંતુ આ નારાજગી પણ  લાંબા સમય સુધી ચાલી ન હતી. લલન સિંહે નીતીશ કુમાર માટે ઘણી વખત મુશ્કેલી નિવારણના ભૂમિકા ભજવી છે. રાજકીય કોરિડોરમાં એવું પણ કહેવામાં આવે છે કે લલન સિંહે એલજેપી ના પશુપતિ કુમાર સાથે ચર્ચા કરી હતી. જે બાદ પાર્ટીમાં બળવાના બીજ વાવવામાં આવ્યા. ઘણા પ્રસંગે લલન સિંહે નીતિશ કુમારના પડખે ઉભા રહ્યા હતા.