રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે છ વર્ષ બાદ બુધવારે ચૂંટણી રેલીને સંબોધિત કરી. લાલુ બિહારની બે વિધાનસભા બેઠક તારાપુર અને કુશેશ્વરસ્થાનની પેટાચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી રેલીમાં લાલુ યાદવે ન માત્ર તેમના પ્રખર હરીફ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું પરંતુ ભાજપ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતુ.
આ પણ વાંચો – નવી મુસિબત / ઈરાનમાં સાયબર અટેક, દેશનાં હજારો પેટ્રોલ પમ્પની ઓનલાઈન સુવિધાઓ ઠપ્પ
આપને જણાવી દઇએ કે, નીતીશ કુમારનાં ગોળીવાળા નિવેદન પર લાલુએ પલટવાર કર્યો હતો. તેઓએ કહ્યું, ‘અમે તમને કેમ ગોળી મારીશું, તમે જાતે જ મરી જશો.’ લાલુએ કહ્યું કે નીતીશ કોઈનાં નથી, તેમને ડર છે અને તેઓ પોતે જ મરી જશે. જણાવી દઇએ કે, એક દિવસ પહેલા નીતિશ કુમારે કહ્યું હતું કે લાલુજી ઈચ્છે તો અમને ગોળી મારાવી દે. જો કે, નીતીશ કુમાર લાલુ યાદવનાં વિસર્જનનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં RJD અધ્યક્ષે કહ્યું હતું કે તેઓ (નીતીશ) તેમનુ વિસર્જન કરવા આવ્યા છે. ભીડને વોટ કરવાની અપીલ કરતા લાલુ યાદવે કહ્યું, ‘ગોલી ચલે કે ગોલા, જીતેગા હમારા ભોલા, મતલબ RJD નાં ઉમેદવાર અરુણ સાહ’. તેમણે કહ્યું કે, “અમે નીતીશને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ તેઓ ભાજપનાં ખોળામાં બેસી ગયા. તેઓ કહેતા હતા કે જે બિહારને વિશેષ દરજ્જો આપશે તે તેમની સાથે જશે, તો વિશેષ દરજ્જો કેમ નહીં અપાવતા.” કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા લાલુ યાદવે કહ્યું કે, મોદી સરકાર દેશનું બધું જ વેચી રહી છે. રેલ, જહાજો બધું વેચી દીધું. તેમણે કહ્યું કે આગામી સમયમાં અદાણી પણ પ્લેટફોર્મ પર ચઢવા માટે પાંચ હજાર રૂપિયા લેશે. તેમણે કહ્યું કે, તેમણે રેલ્વે મંત્રી રહીને એક રૂપિયો પણ નથી વધાર્યો, પરંતુ મોદી સરકારમાં દરરોજ ભાડું વધી રહ્યું છે. ટ્રેનમાં બેડશીટ કે પાણી નથી. તેમણે કહ્યું કે રેલ્વેની જર્સી ગાય હતી પરંતુ આ લોકોએ તેને પણ વેચી દીધી. RJD અધ્યક્ષે કહ્યું કે, તેમણે રેલ્વેને 50 હજાર કરોડની વધારાની આવક આપી છે.
આ પણ વાંચો – OMG! / ટામેટા અને ક્રિસ્ટલ બ્રેડથી બનેલા ‘ઈનવિઝિબલ પિઝા’ની રેસિપી થઈ રહી છે વાયરલ, જોઇલો તમે પણ..
લાલુ યાદવે જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે તેના પર લાંબી લડાઈ લડવી પડશે. તેમણે પૂછ્યું કે જ્યારે તમે પ્રાણીઓની ગણતરી કરાવી શકો છો, તો પછી માણસોની ગણતરી કરવામાં, પછાત જાતિનાં લોકોની ગણતરી કરવામાં શું વાંધો છે? જણાવી દઇએ કે, લાલુ યાદવ ત્રણ વર્ષ બાદ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. જો કે આ રેલીને સંબોધતા પહેલા લાલુ યાદવે કહ્યું, ‘મેં સોનિયા ગાંધી સાથે વાત કરી હતી. તેમણે મને મારા સ્વાસ્થ્ય વિશે અને હું ક્યાં છું તે વિશે પૂછ્યું. મેં કહ્યું કે હું ઠીક છું, તમારી પાર્ટી સમગ્ર ભારતની પાર્ટી છે, આવી સ્થિતિમાં તમામ સમાન વિચાર ધરાવતા લોકો અને પક્ષોએ મજબૂત પસંદગી કરવા માટે તમામ લોકોની બેઠક બોલાવવી જોઈએ.’