પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના નિવાસસ્થાનની બહાર વિરોધ કરી રહેલા કોન્ટ્રાક્ટ આધારિત મહિલા આરોગ્ય કર્મચારીઓ પર સિદ્ધુના સુરક્ષા કર્મચારીઓએ ગાડી ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘાયલ મહિલા કર્મચારીને ગુરુ નાનક દેવ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :શા માટે એક આતંકવાદીનો DNA ટેસ્ટ કરાવવા જઇ રહી છે પોલીસ? પુલવામાં આતંકી હુમલા સાથે…
આ ઘટના બાદ કર્મચારીઓમાં ભારે રોષ છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ સિદ્ધુના ઘરની બહાર પહોંચી રહ્યા છે.
યુનિયનના પ્રમુખ સરબજીત કૌરે કહ્યું કે તેઓ તેમની વાજબી માંગણીઓ માટે નવજોત સિંહ સિદ્ધુના ઘરની બહાર ધરણા કરી રહ્યા છે. દરમિયાન, સિદ્ધુના કાફલાએ તેમની મહિલા કાર્યકર પર કાર અથડાવી હતી, જેના કારણે તેણીને ગંભીર ઈજાઓ થઈ હતી.
તેમણે કહ્યું કે એક તરફ સિદ્ધુ કન્યા પૂજન કરવાનો દાવો કરી રહ્યા છે અને બીજી તરફ તેમની છત્રછાયામાં સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓ પર વાહનો ચઢાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 1400ને પાર, જાણો તમારા રાજ્યમાં કેટલા દર્દીઓ?
આ પણ વાંચો :PM મોદી દ્વારા નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રાન્સફર કરાયા
આ પણ વાંચો :તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ત્રણનાં મોત, પાંચ ઘાયલ
આ પણ વાંચો :માતા વૈષ્ણોદેવી ભવનમાં કેમ મચી નાસભાગ? કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કારણ…