આજે દશેરાનો તહેવાર દેશભરમાં ઉજવાશે. દશેરા, જેને સામાન્ય રીતે રાવણ દહન તરીકે ઓળખવામાં આવે છે, તે રાવણ રામાયણનો મુખ્ય પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. જ્યારે ભગવાન શ્રી રામ દ્વારા લંકા પતિ રાવણની હત્યા કરવામાં આવી ત્યારે તેણે લક્ષ્મણને કેટલીક વાતો જણાવી હતી. રાવણે પોતાના છેલ્લા શબ્દોમાં તેની ભૂલોનો ઉલ્લેખ કર્યો હતો. રાવણનાં મોંમાંથી નીકળેલા તે છેલ્લા શબ્દો આજે પણ લોકોનાં જીવનમાં સંપૂર્ણ રીતે બંધ બેસે છે. ચાલો આપણે જાણીએ કે રાવણે પોતાના મોંઢેથી અંતિમ ચાર વાતો કઇ નિકાળી હતી.
જાણકારી અનુસાર આપને જણાવી દઇએ કે રાવણે પોતાના છેલ્લા શબ્દોમાં કહ્યું હતું કે, જે રાજા જીતવા માંગે છે તેણે લોભથી દૂર રહેવાનું શીખવું જોઈએ, નહીં તો વિજય શક્ય નથી. રાજાએ ચાલાકી કર્યા વિના બીજાની ભલાઈ કરવા માટે જે નાની પણ તક મળે તેને ટાળવી ન જોઈએ.
હંમેશા એવા મંત્રી અથવા ભાગીદાર પર વિશ્વાસ કરો જે તમારી ટીકા કરે. ઉપરાંત, તમારા શત્રુને ક્યારેય નબળો કે નાનો ન માનો, કારણ કે હનુમાનનાં કિસ્સામાં આ જ ભૂલી થઇ હતી.
તમારા સારથી, દ્વારપાલ, રસોઈયા અને ભાઈ સાથે દુશ્મની ક્યારે ન કરો. તેઓ ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે. હંમેશાં પોતાને વિજેતા માનવાની ભૂલ ન કરો, પછી ભલે તમે દરેક સમયે જીતી જાઓ.
રાવણે મરતી વખતે કહ્યું કે, ક્યારેય એવું અભિમાન ન રાખશો કે તમે ભાગ્યને પરાજિત કરી શકો છો. ભાગ્યમાં જે લખ્યું હશે તે ભોગવવું જ પડશે. ભગવાનને પ્રેમ કરો અથવા નફરત કરો, પરંતુ તે સંપૂર્ણ તાકાત અને સમર્પણથી કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.