Not Set/ રાજ્યનાં હવામાનમાં મોડી રાત્રે પલટો, વીજળીનાં કડાકા સાથે મેઘાની સેકન્ડ ઈનિંગ્સ

આજે સવારથી જ રાજ્યનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગત રાત્રીની વાત કરીએ તો રાજ્યનાં લગભગ 45 તાલુકાઓમાં વીજળીનાં કડાકાઓ સાથે વરસાદ વરસ્યો હતો

Top Stories
ipl2020 25 રાજ્યનાં હવામાનમાં મોડી રાત્રે પલટો, વીજળીનાં કડાકા સાથે મેઘાની સેકન્ડ ઈનિંગ્સ

આજથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઇ રહ્યો છે. ત્યારે આજે સવારથી જ રાજ્યનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગત રાત્રીની વાત કરીએ તો રાજ્યનાં લગભગ 45 તાલુકાઓમાં વીજળીનાં કડાકાઓ સાથે વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં જ્યા એક તરફ લોકો નવરાત્રીને લઇને ભક્તિમાં લીન થતા જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં વરસાદે દસ્તક કરી છે. ગત રાત્રીએ અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વળી અમદાવાદ જિલ્લાનાં બાવળામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડા તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં 43 તાલુકાઓમાં એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, સાયક્લોનિક સરક્યુલેશન અને ડિપ્રેશનની બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે અરબી સમુદ્ર તોફાની બન્યો છે. સાથોસાથ પવનની ગતિ વધી ગઈ છે અને કલાકનાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં હાલ પવનની ઝડપ 40 કિલોમીટર આસપાસ છે તે વધીને 45 થી 55 સુધી પહોંચવાની શક્યતા નકારા શકાય નહી.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અનેક વિસ્તારોનાં વાતાવરણમાં પલટો જોવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાનાં કપરાડા, ઉમરગામ, ધરમપુર,પારડી, ડાંગ જિલ્લાનાં સુબીર, આહવા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ભાવનગર જિલ્લાનાં પાલીતાણા, અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, સુરત જિલ્લાનાં માંગરોળ,નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદામાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. અને આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું છે. વળી ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી કાળા વાદળો જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ