છેલ્લા ઘણા સમયથી સમય થી માનવી મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. જેને લઈને લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગેસના ભાવ વધારા અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં સરકાર નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્રની ભાજપસરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં વઘારો કરતા આમ નાગરિકો નુ બજેટ ખોરવાયુ છે તો વર્તમાન નાણાંકીય વર્ષમાં સરકારે ટેક્ષ નો લક્ષ્યાંક પણ સીઘ કયૉ નથી. છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારીમાં વિક્રમ જનક વધારો થતા સામાન્ય નાગરિક ની કમર બેવડી વળી ગઈ છે. અને સામાન્ય માણસ ની મુશ્કેલીમાં વઘારો થયો છે.
સરકારે ફ્યુઅલ સબસિડીમાં કાપ મુકયા ત્યાર થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઓએ રાંધણગેસ સિલિન્ડરના ભાવ વાઘારા પ્રકાશીત કરવાનુ બંઘ કર્યું છે. તેથી રાઘણ ગેસ સિલિન્ડરમાં 62 રૂપિયાનો વઘારો થયો પરંતુ લોકો આનાથી અજાણ રહ્યા છે. તાજેતરમાં પણ સિલિન્ડરમાં 21 રૂપિયાનો વઘારો થયો તેનાથી પણ લોકો અજાણ છે. કારણકે ઓઇલ કંપની દ્વારા વેબ સાઇટ ઉપરભાવ મુકવા નુ બંઘ કરાયું છે.
આ કેન્દ્રની ભાજપ સરકાર લોકોને ભડકાવા નુ કામ કર્યું છે. હીન્દુવાદ નામ ઉપર આ ભાજપની સરકારે લોકો ને ગુમરાહ કર્યા છે. જી ડી પી બે ટકા રહ્યો છે તમામ સમાજ અત્યારે રોડ પર છે એવા કાયદા ઘડી ને લોકોનુ ઘ્યાન બીજે દોરવાનું કામ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.