રિયલમીએ પોતાના વાયરલેસ નેકબેન્ડ Realme Buds Wireless 2 Neoને શ્રીલંકામાં લોન્ચ કર્યા છે. રિયલમીના આ નેકબેન્ડનો બેટરી બેકઅપ 17 કલાકનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Realme Buds Wireless 2 Neoનું શ્રીલંકામાં વેચાણ પણ શરૂ થઈ ગયું છે. તેમાં 88msનો સુપર લો લૈટસી મોડ આપવામાં આવ્યો છે. તેના સિવાય તેને વોટર રેસિસ્ટેંટ બદલ IP×4નું રેટિંગ આપવામાં આવ્યું છે. Realme Buds Wireless 2 Neoની કિંમત 8,279 શ્રીલંકાન રૂપિયા એટલે કે અંદાજે 3,000 રૂપિયા છે. તેનું વેચાણ Daraz.com પરથી થઈ રહ્યું છે. આ બડ્સ ત્રણ કલર બ્લેક, બ્લુ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
Realme Buds Wireless 2 Neoની ફ્રિકવન્સી રેન્જ 20Hzથી 20,000KHz છે। તેમાં આપવામાં આવેલાં ડ્રાઈવરની સાઈઝ 11.2mm છે। તેની બેટરીને લઈને 17 કલાકના બેક અપનો દાવો કરવામાં આવ્યો છે. રિયલમીનો દાવો છે કે માત્ર 10 મિનિટના ચાર્જીગમાં જ 120 મિનિટનું પ્લે બેક મળશે. ચાર્જીગ માટે તેમાં યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. બે કલાકમાં તેને ફૂલ ચાર્જ કરી શકાય છે. તેનું કુલ વજન 23.1 ગ્રામ છે. તેના નેકબેન્ડને Realme Link એપ દ્વારા પણ ઓપરેટ કરી શકાશે.
Realme Buds Wireless 2 Neoમાં એન્વાયરમેન્ટ નોઈઝ કેન્સલેન્શન (ENC) પણ મળશે. તેના સિવાય વોટર રેસિસ્ટન્ટ માટે તેને IPX4નું રેટિંગ આપવામાં આવ્યું છે. તેમાં એક ખાસ ફિચર પણ છે. બંને બડ્સને અલગ કરતાં જ તે ઓટોમેટિક ફોનથી કનેક્ટ થઈ જશે.