કાર્યવાહી/ ખેડામાં કાયદાની એસિતેસી, લગ્નમાં 50થી વધુ લોકો એકત્ર થતા થઈ પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં એક તરફ કોરોનાનું જોખમ માથે મંડરાઈ રહ્યું છે, ત્યાં બીજી લોકો નિયમો તોડાવામાંથી ઉંચા નથી આવતાં. ગત રોજ મહેમદાવાદમાં લગ્ન પ્રસંગમાં 50 કરતાં વધુ લોકોને ભેગા કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.   મળતી માહિતીનુસાર, મહેમદાવાદ પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન સિંહુજના ઓ.પી વિસ્તારમાંથી પસાર થતી વખતે વમાવલી નટવરપુરા […]

Gujarat
a 224 ખેડામાં કાયદાની એસિતેસી, લગ્નમાં 50થી વધુ લોકો એકત્ર થતા થઈ પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લામાં એક તરફ કોરોનાનું જોખમ માથે મંડરાઈ રહ્યું છે, ત્યાં બીજી લોકો નિયમો તોડાવામાંથી ઉંચા નથી આવતાં. ગત રોજ મહેમદાવાદમાં લગ્ન પ્રસંગમાં 50 કરતાં વધુ લોકોને ભેગા કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

 

મળતી માહિતીનુસાર, મહેમદાવાદ પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન સિંહુજના ઓ.પી વિસ્તારમાંથી પસાર થતી વખતે વમાવલી નટવરપુરા જતાં એક લગ્ન મંડપ જોવા મળ્યો હતો. સ્થળ પર જઈને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, લગ્નપ્રસંગમાં કોઈ પણ પ્રકારના નિયમનું પાલન કરાયું નહોતું અને લગ્નમાં 50 કરતાં વધુ લોકોનું ટોળું હાજર હતું.

 

તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અહીં બુધાભાઈ ડાભી નામના વ્યક્તિની દીકરીના લગ્ન છે. જેનું સરકારી વેબસાઈટમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું. તેમજ જાહેરનામા અનુસાર સરકારે જણાવેલા કોઈ પણ નિયમનું પાલન થયું નહોતું. એટલે પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 188 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.