BZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલાના વકીલે કોર્ટને ખાતરી આપી છે કે જો ઝાલાને જામીન મળે તો રોકાણકારોને તેમના નાણાં સમયસર મળી રહેશે. વકીલનું કહેવું છે કે લોકોની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ઝાલાને જામીન આપવો જોઈએ.
સરકાર દ્વારા એકાઉન્ટ બ્લોક કર્યા બાદથી રોકાણકારોને નાણાં મળવા બંધ થયા છે. જોકે, વકીલનું કહેવું છે કે ફરિયાદ દાખલ થાય તે પહેલાં કોઈપણ રોકાણકારને નાણાં ન મળ્યા હોય તેવું બન્યું નથી. આ કેસમાં મહત્વની વાત એ છે કે 6 હજાર કરોડના આંકડાને ઘટાડીને 172 કરોડ પર લાવી દેવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે.
આ કેસમાં આગામી દિવસોમાં વધુ કાર્યવાહી શું થાય છે તે જોવું રહ્યું. રોકાણકારોને તેમના નાણાં મળશે કે કેમ તે જાણવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે. કોર્ટે આગામી સમયમાં નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરતો હુકમ કરી શકે છે.
આ પણ વાંચો: BZ પોંન્ઝી સ્કિમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કરી અરજી
આ પણ વાંચો: BZ કૌભાંડના કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો સંકજો, 14 દિવસના રિમાન્ડની કરાશે રજૂઆત
આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર PI હોવાનો ધડાકો