તમાકુના સ્વાસ્થ્ય પરના હાનિકારક પ્રભાવો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. 31 મેના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ અભિયાન પણ COVID-19 રોગચાળાના સમયમાં લોકોને તંદુરસ્ત જીવનશૈલી રાખવા આગ્રહ કરે છે. 1988 માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ WHA42.19માં એક ઠરાવ પસાર કરાયો હતો જેમાં વર્લ્ડ તમાકુ નિષેધ દિવસની શરૂ કરાયું હતું.
2018માં SAG જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, ભારત તમાકુનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે.ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં તમાકૂનું સેવન કરનારા લોકોની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળશે ઉપરાંત ગુજરાતનાં તો એક તો એક વિસ્તાર જ તમાકુના નામે કરી દેવામાં આવ્યો છે. તમાકુની લોકોને આદત પળી જાય છે અને એ આદત એટ્લે ભયંકર સાબિત થાય છે કે વ્યક્તિને મૃત્યુનો ભોગ બનવું પડે છે. એટલું જ નહીં, WHO મુજબ દર વર્ષે 80 લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે.
આ વર્ષની થીમ “વ્યસન છોડવાની પ્રતિબદ્ધતા” છે. આ અભિયાન લોકોને સ્વસ્થ જીવન માટે તમાકુનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. WHO દ્વારા લોકોને તેની હાનિકારક અસરો સમજાવવા માટે જાગૃતિ લાવવા માટે ઘણા પ્રદર્શનો અને ઇવેન્ટ્સ યોજવામાં આવે છે. જો કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોવિડ -19 રોગચાળાને કારણે જાહેરમાં કોઈ અભિયાન ચલાવવામાં આવશે નહીં. પરંતુ લોકો એક વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરશે. જેમાં તેઓ રમતો અથવા વાસ્તવિક જીવનની વાર્તાઓ દ્વારા લોકોને શિક્ષિત કરી શકે છે.
તમાકુ ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે ફેફસાના રોગ, ક્ષય રોગ, વગેરે. એટલું જ નહીં, તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા અનુસાર, ભારતમાં કેન્સરમાં થતા કુલ કેસોમાંથી તમાકુથી થતા કેન્સરના કેસો 30 ટકા છે.