આજે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ગૂર્જરાત અને ક્રમશ: એમાંથી ગુજરાત થયું છે. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે. આજે 24મી ઓગષ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. તો, યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે.
ગુજરાતી ભાષા એ માત્ર શબ્દોનો સમૂહ નથી.. એમાં આપત્તિને અવસરમાં બદલવાની નેમ છે, એમાં સ્નેહાળ સંબંધોનું માધુર્ય છે, એમાં વિરાટ સિદ્ધિઓ થકી વિશ્વપટલ પર ગૂંજવાનો ગુણવૈભવ છે.
વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામનાઓ. pic.twitter.com/gLFa7Rn4rI
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 24, 2022
આપણી માતૃભાષા ગુજરાતી મૂળ સંસ્કૃતમાંથી આવી છે. એ યાત્રાના પ્રારંભે સર્વપ્રથમ પ્રાકૃત ભાષા જન્મી. તેમાંથી અપ્રભંશ ભાષા જન્મી. એમાંથી પ્રાચીન ગુજરાતી ભાષા જન્મી. ત્યાર પછી જૂની ગુજરાતીનો આવિર્ભાવ થયો અને તે પછી આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી. નોંધપાત્ર વાત એ છે કે યુનાઈટેડ નેશન દ્વારા મૃતપાય થઈ રહેલી ભાષાની યાદીમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થયો છે. ગાંધીજી કહેતા કે માતૃભાષા છોડવી એ અપરાધ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષાની ઉત્તપતિ વિશે વાત કરીએ જૂની ગુજરાતી ઈસ 1100 થી 1500 માંથી અને તે શૌરસેની પ્રાકૃત ની ગુર્જર અપભ્રંશ શાખા માંથી ઉતરી આવી છે. શૌરસેની પ્રાકૃત વળી સંસ્કૃત માંથી બની છે. એ ઇસ 3જી થી દસમી સદી દરમ્યાન ઉત્તરપ્રદેશના બ્રજ પાસે આવેલા શૂરસેન રાજ્યમાં બોલાતી હતી. આ જ ભાષા બોલનારા ગુજરાત આવ્યા ત્યારે તેનું ગુર્જર અપભ્રંશ થયું. એટલે કહી શકાય કે ગુજરાતમાં પહેલી સહસ્ત્રાબ્દી માં શૌરસેની પ્રાકૃત નું ગુર્જર અપભ્રંશ બોલતું હશે. તે અગાઉ દ્વારકા માં શ્રીકૃષ્ણ ના કાળમાં (ઇપૂ 1000) અને ત્યાર પછી હજારેક વર્ષ સંસ્કૃત ભાષા બોલાતી હતી
ગંગા કિનારે થી આવેલા વાત્સાયન પોતાની રચના કામસૂત્ર માં ભરૂચ ની આજુ બાજુના લાટ પ્રદેશ, ત્યાંના લોકો અને રિવાજો નો વિસ્તાર થી ઉલ્લેખ કરે છે. આનાથી અગાઉ મૌર્ય કાળ ત્રીજી સદીની આસપાસ માં અહીં જરૂર સંસ્કૃત બોલાતી પરંતુ ઈસવીસન પુરવે 150 આવતા આવતા જૂનાગઢ ના શિલાલેખ માં સંસ્કૃત વ્યાકરણ ના નિયમો તોડવાની શરૂઆત થઈ ચૂકી હતી. જૂનાગઢ ના શિલાલેખ જોકે શુદ્ધ સંસ્કૃત માં જ છે પરંતુ જે રીતે સંધિ-વિસર્ગ ના નિયમો નું ઉલ્લંધન થયું છે એ જોતાં પ્રાકૃત ની શરૂઆત થઈ ગઈ એમ ગણી શકાય.આથી પણ અગાઉ સિંધુખીણ ની સંસ્કૃતિ ના સમયમાં અહીં કઈ ભાષા બોલાતી, એનું સ્વરૂપ કેવું હતું એ વિશે હાલ જાણકારી ઉપલબ્ધ નથી.
2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. 5.56 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ 4.5 ટકા જેટલા થાય છે,સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 6.55 કરોડ છે