ICC Cricket World Cup 2023/ દિગ્ગજ સિંગરો લાઇવ પર્ફોર્મન્સ શરૂ કરશે, સ્ટાર કલાકારોની હાજરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાનારી હાઇવોલ્ટે-હાઇપાવર મેચનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે મેચ પૂર્વે નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં જાણીતા સિંગરો લાઇવ પર્ફોર્મન્સ કરતા જોવા મળશે.

Top Stories Gujarat India
YouTube Thumbnail 15 5 દિગ્ગજ સિંગરો લાઇવ પર્ફોર્મન્સ શરૂ કરશે, સ્ટાર કલાકારોની હાજરી

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાનારી હાઇવોલ્ટે-હાઇપાવર મેચનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે મેચ પૂર્વે નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં જાણીતા સિંગરો લાઇવ પર્ફોર્મન્સ કરતા જોવા મળશે. યુવા દિલોની ધડકન અરિજિતસિંહ, શંકર મહાદેવન, સુખવિંદરસિંહ હવે પર્ફોર્મન્સ શરૂ કરવાની તૈયારીમાં છે.

આ ઉપરાંત બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, અનુષ્કા શર્મા અને સ્ટાર ક્રિકેટર સચીન તેંડુલકર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાનખાન પઠાણ પણ આ મેચમાં હાજરી આપવાના છે. તેના લીધે મેચના ગ્લેમરમાં વધારો થયો છે. આ ઉપરાંત મેચ પૂર્વે પ્રેક્ષકોને ખેલાડીઓની પ્રેક્ટિસ પણ જોવા મળશે તેમ મનાય છે.

Anoushka દિગ્ગજ સિંગરો લાઇવ પર્ફોર્મન્સ શરૂ કરશે, સ્ટાર કલાકારોની હાજરી

વર્લ્ડ કપના મુકાબલા માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેચ માટે બુધવારે આવી હતી, જ્યારે ભારતની ટીમ ગુરુવારે સાંજે આવી હતી. ભારત તેની પ્રારંભિક બંને મેચ જીતી ચૂક્યું છે.

https://twitter.com/ANI/status/1713020390837194803?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1713020390837194803%7Ctwgr%5Eb16ac5ee9735146807cb50af13440ac1b6529d80%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fmantavyanews.com%2F%3Fp%3D726356

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું, તો બીજી તરફ હવે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડના ઘણા દિગ્ગજ સિંગરો અને કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે BCCIએ ટ્વીટ જણાવ્યું છે કે, ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ખ્યાતનામ સિંગર સિંગર અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પરફોર્મ કરતા જોવા મળશે બપોરે 12.30 વાગ્યે સ્ટેડિયમમાં કલાકારોના પરફોર્મન્સ શરૂ થશે.’


whatsapp ad White Font big size 2 4 દિગ્ગજ સિંગરો લાઇવ પર્ફોર્મન્સ શરૂ કરશે, સ્ટાર કલાકારોની હાજરી


 

આ પણ વાંચોઃ India-Pak World Cup Match/ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉન્માદ, ચિચિયારીઓ કરતાં સ્ટેડિયમમાં એન્ટ્રી

આ પણ વાંચોઃ India-Pak Weather/ હાશ, બચી ગયાઃ ભારત-પાક. મેચમાં વરસાદનું વિઘ્ન નહી નડે

આ પણ વાંચોઃ Assembly Election 2023/ પ્રિયંકા ગાંધીના ચૂંટણી વાયદાને લઇને ભાજપ ચૂંટણી પંચને ફરિયાદ કરશે