Ahmedabad News: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) આવેલી એલ.જી. હોસ્પિટલનાં (L.G.Hospital) સિક્યોરિટી ગાર્ડની (Security Guard) દાદાગીરી સામે આવી છે. હોસ્પિટલમાં પ્રવેશને લઈને બોલાચાલી થઈ હતી. જેમાં સિક્યોરિટી ગાર્ડે સ્વજનનો માર્યા હોવાના આક્ષેપો થયા હતા. દર્દીઓ અને તેના સગાઓ સાથે મારામારી થયાનું હાલ જાણવા મળ્યું છે.
સતત વિવાદોમાં રહેતી એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે દર્દીના સગાને હોસ્પિટલની અંદર જતા રોક્યા હતા, જેથી બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પ્રકારનો કિસ્સો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બન્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી કર્મચારીનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડ ખરાબ શબ્દો બોલતો હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જાણવા મળ્યું હતું કે, દર્દીની દીકરીને તેના પિતાની સારવાર પૂછવા માટે ગઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જવા દીધા નહોતા. આ બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ પણ વાંચો:અમદાવાદ: એલ.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં
આ પણ વાંચો:અમદાવાદ/ એલ.જી. હોસ્પિટલમાં વધુ 4 ડોક્ટર સહીત 5 લોકો કોરોના પોઝિટિવ