નવી દિલ્હી
મહિલાઓ પોતાના વધી રહેલા વજનને લઇને ઘણી ચિંતિત હોય છે. પરંતુ તેમની આ સમસ્યાના સમાધાનનો ઉકેલ મેળવી લીધાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોએ ઉંદર પર કરેલ સંશોધન બાદ આ દાવો કર્યો છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ અબરડીનના પ્રોફેસર લોરા હીઝલેરે જણાવ્યું હતું કે, મગજના એ ભાગ જે ભોજનની કેલરીનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે તે ભાગની સંરચના મહિલા અને પુરુષોમાં અલગ-અલગ જાવા મળતી હોય છે.
સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે, મસ્તિષ્કના ભાગની કોશિકાઓ પ્રો ઓપિયોમેલાનોકોર્ટિન પેપ્ટાઇડ (પીઓએમસી) નામનો હોર્મોન ઉત્પન્ન કરે છે. આ હોર્મોન માનવ શરીરમાં ભૂખ, શારીરિક ગતિવિધી, કેલરી ખપત અને વજનનું નિયમન કરે છે. આ હોર્મોન હઝલરે દાવો કર્યો હતો કે, માદા ઉંદરમાં આ હોર્મોન શારીરિક ગતિવિધી અને ઉર્જાની ખપતને યોગ્ય રીતે નિયમન કરી શકતો નથી. જેના કારણે મહિલાઓના શરીરના ભાગો પર ચરબીના થર ભરાઇ જાય છે. જો આ પેપ્ટાઇડ હોર્મોનના તોને ધ્યાનમાં રાખીને તેની સારવાર કરવામાં આવે તો મહિલાઓમાં ભૂખ ઘટાડી શકાય તેમ છે. હિઝલરે જણાવ્યું હતું કે, આ સંશોધનમાં એટલુ જાણી શકાયું હતું કે, પુરૂષ અને મહિલાઓની શારીરિક ગતિવિધીઓ, કેલરીનો ઉપયોગ અને શરીરના વજનમાં અંતરનું મુખ્ય કારણ માથામાં પીઓએમસી પેપ્ટાઇડ્સ હોર્મોનનો ખાસ સ્ત્રોત છે.
હિઝલેરે આ સંશોધનમાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ અને યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધનકર્તાઓ સાથે મળીને કર્યું હતું. જેમાં આ તારણ કાઢવામાં આવ્યું હતું.