ચહેરાના અન્ય ભાગો કરતાં આંખ નીચેની ચામડી ડેલિકેટ અને પાતળી હોય છે. આપણું એજિંગ, સ્ટ્રેસ, ઈન્ટરનલ હેલ્થ અને લાઈફ-સ્ટાઈલ તરત આંખ નીચે દેખાઈ આવે છે. માટે જ તે એરિયાને ખાસ કેરની જરુર હોય છે. ડાર્ક સર્કલ 20 વર્ષની ઉંમરની આસપાસ પણ થઈ શકે છે. એટલું જ નહીં ડાર્ક સર્કલ થવાના કેટલાક કારણો હોય છે. જેમ કે, તણાવ, ઊંઘ ઓછી આવવી, હોર્મોન્સમાં ફેરફાર, જીવનશૈલીમાં ફેરફાર, વારસાગત અને અન્ય ઘણા કારણો ડાર્ક સર્કલ માટે જવાબદાર હોય છે.
જો તમે સમયસર આની સારવાર ન કરાવી તો તમારા ચહેરાની સુંદરતાને નુકશાન પહોંચાડી શકે છે. કેમિકલ આધારિત દવાથી આની સારવાર જલ્દીથી થઈ શકે છે. પરંતુ ત્વચા ખૂબ જ સેન્સેટીવ હોય છે એટલે ઘરેલુ સારવારથી જ પોતાના ચહેરા અને આંખોની આસપાસના ડાર્ક સર્કલ દૂર કરી શકો છો.
ટામેટા : ડાર્ક સર્કલથી મુક્તિ અપાવવા માટે ટામેટા એક રામબાણ તરીકે કામ કરે છે. આ સ્કિનને સોફ્ટ(મુલાયમ) પણ બનાવે છે. ટામેટાનો એક ચમચી જ્યુસને લીંબુના એક ચમચી જ્યુસ સાથે ભેળવીને આંખોની આસપાસ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે, આને ઓછામાં ઓછી 10 મિનીટ સુધી ઘસવું ફરજીયાત છે અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ દો.
બટાકા : કાચા બટાકાનો ગ્રાઈન્ડરમાં જ્યુસ કાઢો, આ જ્યુસને કોટનના કપડામાં પલાડીને આંખો બંધ કરીને તેને ડાર્ક સર્કલ પર લગાવવાથી તેમજ એ કપડાને જ્યુસમાં પલાડીને તેને ડાર્ક સર્કલ પર હળવાશથી મુકવાથી ડાર્ક સર્કલની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
કોલ્ડ ટી બેગ : કોલ્ડ ટી બેગથી પણ આંખોના ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે, ટી બેગને પાણીમાં પલાડો અને ફ્રિઝમાં થોડી વાર માટે ઠંડુ થવા દો, ત્યારબાદ તે ટી બેગને આંખો બંધ કરીને ડાર્ક સર્કલ પર મુકો, આ દરરોજ કરો, આમ કરવાથી થોડાક જ દિવસોમાં તમને ફેરફાર નજરે પડશે.
બરફ : ડાર્ક સર્કલના ભાગે તમે ઠંડા બરફની માલિશ કરો. તેનાથી આંખને ઠંડક મળશે. આ ઉપરાંત કાળાશ દૂર કરવા માટે તમે દૂધનો બરફ બનાવીને તેને કાળાશ પર ઘસો તેનાથી કાળાશ દૂર થશે.
કાકડી : કાકડી આંખને ઠંડક પહોંચાડે છે. કાકડીના રસમાં મધ, ગ્લિસરિન મિક્સ કરીને હળવા હાથે આંખ નીચે કાળાશના ભાગ પર લગાવો અને માલિશ કરો. આ પ્રક્રિયા સતત 15 દિવસ સુધી કરો તમને ફેર જણાશે.
ઓલિવ તેલ : ડાર્ક સર્કલ ઘટાડવા માટે ઓલિવ તેલ પણ ખૂબ અસરકારક છે. આંગળીની ટોચ પર ઓલિવ તેલના બે ટીપાં લો અને આંખોની નચે લગાવો. આનાથી ખૂબ લાભ થશે.
મલાઇની નથી કોઇ સાઇડ ઇફેક્ટ, તમારા ચહેરાની થઈ જશે કાયાપલટ
ડોક્ટર્સને નહીં પણ મિત્રોને મળવાથી થશે આ ફાયદો
રાત્રે ઉંઘ ઉડી જાય છે તો આ પીણું અવશ્ય પીવો મળશે છુટકારો
વજનને ઝડપથી ઘટાડવું છે? તો પાણીમાં આ ચીજ મિક્સ કરીને પીવો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…