આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ છીએ કે આપણા લિપ પણ સુંદર દેખાય પરંતુ જો લિપ પર લિપસ્ટિક લગાવીએ અને એ થોડી જ વારમાં જતી રહે તો આપણા લિપ સારા નથી દેખાતા. જો આવું ના થાય તે માટે આજમાવી જુઓ આ ટીપ્સ તેનાથી તમારા લિપ પર લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે.
લિપસ્ટિકને ફ્રીજમાં રાખવી
લિપસ્ટિક લગ્યા પહેલા એક રાત તેને ફ્રીજમાં મૂકી રાખો તેનાથી લિપસ્ટિક તમારા હોઠ પર લાંબા સમય સુધી લિપસ્ટિક રહે છે.
પસંદ કરો સારો લિપસ્ટિકનો કલર
જો તમરા હોઠ મોટા છે તો ડાર્ક કલરની લિપસ્ટિક પસંદ કરો તેનાથી હોઠ સુંદર દેખાશે.
હોઠ પર લિપ લાઈનર લગાવો
હોઠ પર લિપ લાઈનર લગાવાથી લિપસ્ટિકને હોઠ પર લાંબા સમય સુધી રહેવામાં મદદ કરે છે અને લિપસ્ટિકના હોઠની બહાર ધબ્બા નથી પડતા.
લિપ પ્રાઈમર
લિપ પ્રાઈમર તમારા લિપ કલરને એક બેસ આપે છે તેનાથી કલર લાંબા સમય સુધી હોઠ પર રહે છે.
લિપ બ્રશ યુઝ કરો
લિપસ્ટિક લગાવવા માટે લિપ બ્રશનો ઉપયોગ કરો પરંતુ ધ્યાન રાખવું કે બ્રશમાં વધારે કલર ન હોવો જોઈએ.
પાઉડર લગાવો
લિપ પર પાઉડર લગાવવાથી તે લિપ પર લિપસ્ટિકને સેટ કરવાનું કાર્ય કરે છે અને તેનાથી લિપસ્ટિક નાતો આછી થાય છે કે નાતો ફેલાઈ છે.