Not Set/ ચોમાસામાં આ બે રોગના દર્દીઓ ખાસ ધ્યાન રાખે, નહીં તો પડી શકે છે લેવાના દેવા

અમદાવાદ ચોમાસા દરમિયાન વિવિધ બીમારીઓ ફેલાતી હોય છે, જેના કારણે તમને પરેશાનીનો સામનો કરવો પડી  શકે છે. ચોમાસામાં એવી બિમારીઓ ફેલાતી હોય છે જેનું જો તમે ધ્યાન ના રાખો તો આવનાર દિવસોમાં તમારી હેલ્થ વધારે ખરાબ થઇ શકે છે. લેપ્ટોસ્પાઇરોસીસથી સંભાળો.. ચોમાસામાં ફેલાતી તમામ બીમારીઓમાંની એક કે જેના વિશે ધ્યાન આપવું જોઈએ તે – લેપ્ટોસ્પાઈરોસીસ છે. […]

Health & Fitness Lifestyle
q ચોમાસામાં આ બે રોગના દર્દીઓ ખાસ ધ્યાન રાખે, નહીં તો પડી શકે છે લેવાના દેવા

અમદાવાદ

ચોમાસા દરમિયાન વિવિધ બીમારીઓ ફેલાતી હોય છે, જેના કારણે તમને પરેશાનીનો સામનો કરવો પડી  શકે છે. ચોમાસામાં એવી બિમારીઓ ફેલાતી હોય છે જેનું જો તમે ધ્યાન ના રાખો તો આવનાર દિવસોમાં તમારી હેલ્થ વધારે ખરાબ થઇ શકે છે.

લેપ્ટોસ્પાઇરોસીસથી સંભાળો..

ચોમાસામાં ફેલાતી તમામ બીમારીઓમાંની એક કે જેના વિશે ધ્યાન આપવું જોઈએ તે – લેપ્ટોસ્પાઈરોસીસ છે. આ રોગ તમે ગંદા પાણીના સંપર્કમાં રહેતા હો તો તમને થઈ શકે છે. ઉંદરના મુત્રમાં રહેલાં બેક્ટેરિયા દ્વારા લેપ્ટોસ્પાઇરોસીસીનો ચેપ ફેલાય છે. આ બિમારી લાગુ પડતાં તાવ જેવા લક્ષણો શરૂ થાય છે અને ઝડપથી કમળો, લિવર ફેલ્યોર, મેનિન્જાઈટીસ કે મલ્ટીઓર્ગન ફેલ્યોર જેવી ઘાતક સમસ્યા સર્જાઈ શકે છે. ગંદા પાણીના સંપર્કમાં આવવાથી બચો અને જો એ શક્ય ન બને તો ઝડપથી તમારા પગ ધોઈ નાખવા માટે પ્રયાસ કરો. જો ત્વચામાં સામાન્ય છાલું પણ પડેલું હોય તો પણ બેક્ટેરિયા આસાનીથી તેમાં પ્રવેશી જાય છે.  તેથી એવા ભાગને બરાબર ઢાંકો.

ફેફ્સાના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે..

ચોમાસામાં શ્વસનમાર્ગના વાયરસો કે જે આ ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના કારણે સામાન્ય શરદી અને કફ જેવી સમસ્યા થતી હોય છે અને ભાગ્યે જ શ્વસન પ્રક્રિયામાં તકલીફ થતી હોય છે. ફેફ્સાને લગતી સમસ્યા જેવી કે ફાઇબ્રોસીસ કે ન્યુમોનિયાના દર્દીઓ આ સીઝનમાં વધારે પરેશાન થાય છે. જેમને અસ્થમા/બ્રોન્કાઈટીસ હોય તેવા દર્દીઓ પણ આ સીઝનમાં વધારે હેરાન થતાં હોય છે. ચોમાસામાં ભેજ વધવાને કારણે ફેફ્સાના રોગના દર્દીઓની ખાંસી પણ વધે છે. આ સીઝનમાં ચેપ ના લાગે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. છીંક કે ઉધરસ આવે ત્યારે તેનાથી તેનો ચેપ અતિ સૂક્ષ્મ પાર્ટિકલ્સ (ડ્રોપલેટ્સ) દ્વારા ફેલાય છે, જેને નરી આંખે જોઈ શકાતા નથી. આ ચેપને નિવારવા સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા જોઈએ અને શક્ય હોય તો હેન્ડ સેનીટાઈઝર્સનો ઉપયોગ પણ કરી શકાય.