ચોમાસાની ઋતુમાં ખાસ કરીને લોકો મચ્છરોની સમસ્યાથી પરેશાન રહે છે. મચ્છરના કરડવાથી શરીરમાં લાલ નિશાન, ખંજવાળ આવવા લાગે છે. કેટલીક વખત મચ્છર એટલા ઝેરીલા હોય છે. જેનાથી મલેરિયા થવાનો ખતરો પણ થઇ શકે છે. મચ્છરોને ઘરમાંથી દૂર ભગાડવા માટે લોકો કેમિકલ યુક્ત સ્પ્રેનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં મચ્છરોને ઘરથી દૂર રાખવા માટ જરૂરી છે કે તેમા એવા છોડ લગાવવા જોઇએ કે જે સુંદરતાની સાથે મચ્છરોથી પણ છૂટકારો અપાવે છે. તો
આવો જોઇએ કયા છોડ છે જેનાથી મચ્છર દૂર ભાગે છે.
બટર વોર્ટ
બટરવોર્ટના છોડ મચ્છરોને ઘરથી બહાર નીકાળવામાં મદદ કરે છે. જેનાથી વધારે તડકાની જરૂર હોતી નથી. જેથી તમે તેને ઘરની અંદર પણ લગાવી શકો છો. મચ્છરોને ઘરમાંથી દુર કરવા અને ભેજ રાખવાનું કામ કરે છે.
પિચર પ્લાન્ટ
આ પ્લાન્ટ કીડા, મકોડાને તેની તરફ આકર્ષિત કરે છે. જ્યારે તે તેની અંદર જાય છે તો તે પછી બહાર આવી શકતા નથી જેથી આ પ્લાન્ટ જીવાણું તેમજ મચ્છરને દૂર ભાગાડવામાં માટે બેસ્ટ માનવામાં આવે છે.
વીનસ ફ્લાઇટ્રેપ
જોવા સુંદર લાગતા વિનસ પ્લાઇટ્રેપ છોડ મચ્છરોને તેની આસપાસ ફરવા પણ દેતા નથી. મચ્છર આ છોડની આસપાસ જતા જ મરી જાય છે. આ છોડની વધારે કાળજી લેવી જરૂરી નથી.
પિપર મિન્ટ
મચ્છરોને ઘરમાંથી દૂર ભગાડવા માટે પિપર મિન્ટનો છોડ લગાવવા જોઇએ. જે મચ્છરોને મારવાની સાથે વાતાવરણ શુદ્ધ રાખવાનું પણ કામ કરે છે.