અમદાવાદ
દેશમાં વિભિન્ન રોગો માટે ડોક્ટરો પાસેથી પરામર્શ લેનારા 50 ટકાથી વધારે લોકો યૌન સંબંધિત મુશ્કેલીઓ વિશે સલાહ લે છે અથવા માનસિક સમસ્યાઓને લઈને ડોક્ટરો પાસે જાય છે. આ આંકડો એક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે.
લિબરેટ હેલ્થસ્કેપ ઈન્ડિયાના 2015રિપોર્ટના જણાવ્યા અનુસાર, દેશમાં સ્વાસ્થ્યથી જાડાયેલ સાત મુખ્ય મુદ્દામાં યૌન સંબંધિત (32 ટકા), માનસિક રોગ (21ટકા), જીવનશૈલીથી જાડાયેલ (15ટકા), આહાર અને પોષણ સંબંધિત (12 ટકા), મહિલાઓના સ્વાસ્થ્યથી જોડાયેલ(11 ટકા) ત્વચા સંબંધિત (5 ટકા) અને બાળકોના સ્વાસ્થ્યથીજોડાયેલ (4 ટકા) કેસો રજીસ્ટર થાય છે.
ભારતના સૌથી મોટા ઓનલાઈન ચિકિત્સક પરામર્શ પ્લેટફોર્મ લિબરેટે આ વર્ષે એક જાન્યુઆરીથી ૧૨ મહિનાના સમયગાળામાં પ્લેટફોર્મ ઉપર આશરે પાંચ કરોડ લોકો સાથે વાતચીતના પરિણામ બાદ આ આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
લિબરેટના સીઈઓ સૌરભ અરોરાએ જણાવ્યું કે, આજકાલ લોકો એવા મામલામાં અપેક્ષાથી વધારે વાતચીત કરી લે છે જેના કારણે પહેલા સાર્વજનિક ચર્ચા નહોતી થતી, પરંતુ આજે પણ સમગ્ર રીતે ખુલ્લી રીતે વાતચીત નહીં કરવાની પ્રવૃત્તિ દેશની વાસ્તવિક સ્વાસ્થ્ય સંબંધિત તસ્વીરને બગાડે છે. તેમણે જણાવ્યું કે, અમે ઘણા આંકડા એકઠા કર્યા છે જે વિભિન્ન લિંગ,વય મર્યાદા અને ભૌગોલિક સ્થિતિઓના સંદર્ભમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપે છે.