Sports News : જોસ બટલર અને એલેક્સ હેલ્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ ધરાવે છે. આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2022માં ભારત સામે ઓપનિંગ દરમિયાન 170 રનની ભાગીદારી કરી હતી.
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી કરવાનો રેકોર્ડ ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લાહ ગુરબાઝના નામે છે. આ બંને ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2024માં યુગાન્ડા સામે 154 રનની ભાગીદારી કરી હતી.બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને T20 વર્લ્ડ કપ 2021માં ભારત સામે ઓપનિંગ કરતી વખતે 152 રનની ભાગીદારી કરી હતી. ટી20 વર્લ્ડ કપમાં T20 વર્લ્ડ કપ 2007માં ક્રિસ ગેલ અને ડ્વેન સ્મિથે દક્ષિણ આફ્રિકા સામે 145 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતીઆ ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.
કામરાન અકમલ અને સલમાન બટ્ટે T20 વર્લ્ડ કપ 2010માં બાંગ્લાદેશ સામે 142 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો: નીતિશ કુમારની શરદ પવાર સાથે વાતચીત
આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?
આ પણ વાંચો: વારાણસી સીટ પર પીએમ મોદી પાછળ, તો કોંગ્રેસે કહ્યું- આ ટ્રેલર છે