આજે તેમની વર્ષગાંઠના દિવસે પીએમ સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત અર્પણ કરશે. કેવડિયા ખાતે વાગે સાધુસંતોની હાજરીમાં મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે નર્મદા ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કરશે. તદઉપરાંત આજે પીએમ મોદી ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમો આપવાના છે.
પ્રોજેક્ટ-સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા ઉર્ફે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં બાંધકામની પ્રગતિનું પણ નિરીક્ષણ કરવાના છે.
સરદાર સરોવર ડેમને બનાવામાં કુલ 56 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ
સરદાર સરોવપ ડેમને બનાવામાં 56 વર્ષ લાગ્યા.
ડેમમાં 30 દરવાજા છે, દરેક દરવાજાનું વજન 450 ટન, સાથો સાથ આ ડેમમાં 4.73 મિલિયન ક્યુબિક પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પણ છે.