- @અરુણ શાહ, અમદાવાદ
- કોરોના દર્દીઓની સારવાર કરતાં થયા કોરોનાગ્રસ્ત
- તબીબોના મૃત્યુમાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે
- તામિલનાડુ તબીબી મૃત્યુમાં પ્રથમ ક્રમે
- આંધ્રપ્રદેશ તબીબી મૃત્યુમાં બીજા ક્રમે
- ગુજરાતમાં જનરલ પ્રેક્ટીશનર તબીબોના વધુ મૃત્યુ
- ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાહેર કરી માહિતી
- સામાન્ય દર્દી કરતાં તબીબી મૃત્યુનું પ્રમાણ 10 ગણું
- ખાનગી હોસ્પિટલના તબીબ પરિવાર સરકારી સહાયથી વંચિત
ગુજરાત હવે કોરોના સામેનો જંગ જીતવાની નજીકમાં છે. રસી અભિયાન માટેની તૈયારીને પણ આખરી ઓપ અપાયો છે. ત્યારે કોરોના દર્દી માટે દુઆ સમાન બની રહેલાં ગુજરાતના 47 તબીબોએ કોરોના દર્દીની સારવાર કરતા કરતાં પોતાના જીવ ગુમાવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આપેલી માહિતીમાં આ વિગત બહાર આવી છે. 47 તબીબોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલના તબીબોનો સમાવેશ થાય છે. ત્યારે મૃત્યુ પામેલા ખાનગી હોસ્પિટલના મૃત્યુ પામેલા તબીબી પરિવારને આર્થિક સહાય આપવાની માંગ તબીબોએ કરી છે.
માર્ચ-2020 થી શરૂ થયેલો કોરોના હજી સંપૂર્ણ રોકાયો નથી. પરંતુ કેસની સંખ્યા ઉત્તરોત્તર ઘટતાં કોરોના રોકાવા તરફ આગળ ધપી રહ્યો છે.ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાહેર કરેલી વિગત મુજબ કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટિયરની ભૂમિકા ભજવીને અનેક કોરોના પોઝીટીવ દર્દીઓને બીજું જીવન આપનારા તબીબોએ દર્દીઓની સેવા કરવામાં જ મોતની સફેદ ચાદર ઓઢીને દુનિયમાંથી ચિર વિદાય લીધી છે. કોરોના શરૂ થયો તે તારીખ-23 માર્ચ થી 11 જાન્યુઆરી-2021 ની સ્થિતિએ ગુજરાતમાં 47 તબીબોના મૃત્યુ નિપજ્યા છે. રાજ્યમાં સેવા કરતાં-કરતાં પોતે કોરોનાગ્ર્સત થયા અને મોતને ભેટ્યા એવા કોરોના દર્દીઓની સંખ્યા 47 છે. જેમાં જનરલ પેર્કટીશનર, બાળકોના નિષ્ણાત અને ગાયનેકોલોજીસ્ટ તબીબનો સમાવેશ થાય છે. કોરોના દર્દીઓની સારવાર કરતાં મૃત્યુ પામેલાં તબીબોમાં તામિલનાડુ મોખરે છે. તામિલનાડુમાં સૌથી વધુ 70 તબીબો મૃત્યુ પામ્યાં છે. તો બીજા ક્રમે 61 મૃત્યુ સાથે આંધ્રપ્રદેશ છે. ગુજરાત 47 કોરોના તબીબોના મૃત્યુઆંક સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. કોરોના દર્દીઓની ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો, ગુજરાતમાં , સૌથી વધુ 60 થી વધુ વયના સિનિયર સીટીઝનના મૃત્યુ નિપજ્યા છે. માર્ચ થી અત્યારસુધીમાં 54 કે તેથી વધુ વયના સિનિયર સીટીઝન।ના મૃત્યુ નિપજ્યા છે.
ખાનગી હોસ્પિટલના મૃત્યુ પામેલાં તબીબ પરિવારને ગુજરાત સરકારે જાહેર કરેલી આર્થિક સહાયનો લાભ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
કોરોના દર્દીઓના જીવ બચાવવામાં વોરિયર્સની ભૂમિકા ભજવતાં 47 તબીબોના જીવનનો અસ્ત થયો છે. જેમાં ખાનગી અને સરકારી તબીબોનો સમાવેશ થાય છે. જો કે ગુજરાત સરકારે સરકારી તબીબો કોરોના વોરિયર્સ તરીકે મૃત્યુ પામે તો તેમના પરિવારને આર્થિક સંકડામણ નહીં અનુભવવી પડે એ હેતુ રૂ.25 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ખાનગી હોસ્પિટલના તબીબોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. ત્યારે કોરોના વોરિયર્સ ખાનગી હોસ્પિટલના તબીબોને પણ યોજનાનો લાભ આપવામાં આવે એવી રજૂઆત ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કરી છે. ત્યારે સરકારના નિર્ણયની તબીબો રાહ જોઇ રહ્યાં છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…